હેલ્થ : 10થી 20 મિનિટનું ઝોકું સાઈકોમોટર સ્પીડ એટલે કે મગજ અને શરીરને વચ્ચે તાલમેલ કરી અલર્ટનેસ વધારે

0
6

બ્લૂમબર્ગનાં રિપોર્ટ પ્રમાણે, વર્ક ફ્રોમ હોમ દરમિયાન લોકોના વર્કિંગ કલાકમાં 3 કલાકનો વધારો થયો. તેનાથી થાક અને સ્ટ્રેસ વધ્યો છે. આ દરમિયાન દિવસે 10થી 20 મિનિટનો ઝોકું અસરકારક બની શકે છે. તેનાથી તમારો રિએક્શન ટાઈમ અને અલર્ટનેસ વધે છે. આ ઝોકું તમારું પર્ફોર્મન્સ વધારે છે. હાર્વર્ડ મેડિકલ સ્કૂલ પ્રમાણે, દિવસમાં 30 મિનિટથી વધારે નૅપ ના લેવી જોઈએ, કારણકે તેનાથી તાજગીને બદલે થાક લાગે છે.

પાવર નૅપ કેવી રીતે લેવી?
હેલ્થલાઈનના એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે, પાવર નૅપની ઘણી રીત છે, તેને દરેકે ફોલો કરવી જોઈએ. તે જાણ્યા વગર પાવર નૅપ લેવાથી તેના ફાયદા ઓછા થઇ જાય છે.

દિવસે પાવર નૅપના ફાયદા

  • યોગ્યતા વધારે છે: 10થી 20 મિનિટનું ઝોકું સાઈકોમોટર સ્પીડ એટલે કે મગજ અને શરીરને વચ્ચે તાલમેલ કરી રિકેશન ટાઈમ અને અલર્ટનેસ વધારે છે.
  • બાળકો જલ્દી શબ્દો શીખે છે: ઓનલાઇન લાઈબ્રેરીમાં 2015માં પબ્લિશ થયેલા એક રિસર્ચ પ્રમાણે, ગરમીમાં ઝોકું ખાવાથી બાળકો જલ્દી શબ્દ શીખે છે. યાદશક્તિ સારી થાય છે. લોન્ગ ટર્મ મેમરીને ફાયદો થાય છે.
  • બ્લડ પ્રેશર ઘટે છે: અમેરિકન કોલેજ ઓફ કાર્ડિયોલોજીમાં પબ્લિશ થયેલી શોધ પ્રમાણે, બપોરે ઝોકું ખાવાથી બ્લડ પ્રેશર અમુક લિમિટ સુધી સામાન્ય કામ કરવા લાગે છે.
  • ઇમ્યુનિટી વધારે છે: વેબ MDના જણાવ્યા પ્રમાણે, ઝોકું ખાવાથી મહિલાઓમાં ઇમ્યુનિટી વધે છે. ખાસ કરીને 40 વર્ષથી વધારે ઉંમરની મહિલાઓને ફાયદો થાય છે. કારણકે તેમનામાં મેનોપોઝની શરૂઆત થવા લાગે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here