ઘરેલુ ઉડાન 25 મેથી : 14 વર્ષ સુધીના બાળકોને બાદ કરતા તમામ માટે આરોગ્ય સેતૂ એપ જરૂરી, ફલાઈટના ટાઈમથી ઓછામાં ઓછા 2 કલાક પહેલા પહોંચવું પડશે

0
7

નવી દિલ્હી. નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ સિંહ પુરીએ બુધવારે કહ્યું કે 25 મેથી કેટલીક ડોમેસ્ટિક ફલાઈ શરૂ થશે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા(AAI)એ આજે પેસેન્જર માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીઝર(SOP) પણ બહાર પાડી દીધી છે. 14 વર્ષના બાળકો સિવાય તમામે આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવી જરૂરી હશે. ફ્લાઈટના ટાઈમથી ઓછામાં ઓછા 2 કલાક પહેલા પહોંચવું જરૂરી હશે. AAI એ SOPમાં શું કહ્યું છે, તેને સવાલ-જવાબમાં સમજો-

એરપોર્ટ સુધી પહોંચવા માટે વાહનોની શું સુવિધા હશે ?

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના જણાવ્યા મુજબ રાજ્ય સરકારો અને પ્રશાસનને પબ્લિક ટ્રાન્સપોર્ટ અને પ્રાઈવેટ ટેક્સી ઉપલબ્ધ કરાવવા માટે કહેવામાં આવ્યું છે. જેથી મુસાફરો અને એરપોર્ટ સ્ટાફને કનેક્ટિવિટી મળી શકે. પર્સનલ વ્હીકલથી પણ જઈ શકશે.

એક વ્હીકલમાં કેટલા લોકો બેસી શકશે ?

એએઆઈએ એ આ અંગે કઈ સ્પષ્ટ જણાવ્યું નથી. માત્ર એટલું જ કહ્યું છે કે નક્કી સંખ્યામાં જ લોકોને બેસવાની પરવાનગી હશે. આ નિયમ એરપોર્ટ સ્ટાફ અને મુસાફરો માટે લાગુ પડશે.

ફલાઈટના ટાઈમથી કેટલા સમય પહેલા એરપોર્ટ પહોંચવું પડશે ?

ઓછામાં ઓછા બે કલાક પહેલા પહોંચવું જરૂરી હશે. એરપોર્ટ ટર્મિનલમાં તે પેસેન્જરોને જ એન્ટ્રી મળશે, જેમની ફલાઈટ અગામી ચાર કલાકમાં હશે.

પ્રોટેક્શન માટે શું જરૂરી ?

તમામ મુસાફરોએ માસ્ક અને  ગ્લોઝ પહેરવા જરૂરી.

આરોગ્ય સેતુ એપમાં ગ્રીન સિગ્નલ ન થયું તો ?

14 વર્ષ સુધીના બાળકોેને બાદ કરતા તમામે આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવી પડશે. એન્ટ્રી ગેટ પર તેની તપાસ કરવામાં આવશે. જેના એપમાં ગ્રીન સિગ્નલ નહિ આવે, તેને એન્ટ્રી મળશે નહિ.

થર્મલ સ્ક્રીનિંગ કયાં થશે ?

એરપોર્ટ ટર્મિનલ બિલ્ડિંગમાં એન્ટ્રી પહેલા જ એક નક્કી જગ્યાએ સ્ક્રીનિંગ ઝોનમાંથી પસાર થવું પડશે. તેના માટે થર્મલ સ્ક્રીનિંગ સ્ટેશન તૈયાર કરાઈ રહ્યાં છે.

એરપોર્ટ પર ખાવાપીવાની સુવિધા મળશે ?

સંક્રમણથી બચવાના ઉપાયોની સાથે ફૂડ આઉટલેટ પણ ખુલશે. ભીડ ન થાય તેના માટે પેસેન્જરને પાર્સલ લેવા માટે કહેવામાં આવશે. ડિજિટલ પેમેન્ટ પર ભાર મૂકવામાં આવશે. સેલ્ફ ઓર્ડર બૂથ બનાવવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here