હેલ્થ : લીલાં શાકભાજીનું સેવન કરવાથી હૃદય રોગનું જોખમ 25% સુધી ઘટાડી શકાય

0
2

લીલાં શાકભાજી આપણાં સ્વાસ્થ્ય માટે ઘણા લાભદાયી છે. જો હૃદય રોગની બીમારીથી દૂર રહેવું હોય તો દરરોજ એક કપ લીલાં શાકભાજીનું સેવન કરવું જોઈએ. લીલાં શાકભાજીમાં નાઈટ્રેટની માત્રા વધારે હોય છે, જે હૃદય રોગનું જોખમ ઘટાડે છે સાથે જ બ્લડ પ્રેશર પણ સામાન્ય કરે છે. ન્યૂ એડિથ કોવન યુનિવર્સિટીના સંશોધકોએ આવો દાવો કર્યો છે.

દુનિયાભરમાં થનારી મૃત્યુનું સૌથી મોટું કારણ હૃદય રોગ છે. હૃદય રોગોથી દુનિયાભરમાં દર વર્ષે આશરે 1.79 કરોડ લોકોનાં મૃત્યુ થાય છે.

50 હજાર લોકો પર રિસર્ચ
ન્યૂ એડિથ કોવન યુનિવર્સિટીના સંશોધકોએ ડેનમાર્કમાં 50 હજાર લોકો પર આશરે 23 વર્ષ સુધી રિસર્ચ કર્યું. તે દરમિયાન જોવા મળ્યું કે, જે લોકોએ નાઈટ્રેટથી ભરપૂર લીલાં પાંદડાવાળી શાકભાજીને ડાયટમાં સામેલ કરી તેમનામાં હૃદય રોગનું જોખમ 12થી 26% સુધી ઘટી જાય છે.

રક્તવાહિની પાતળી થવાનું જોખમ ઘટ્યું

સંશોધક ડૉ. કેથરિન બોનડોનાના જણાવ્યા પ્રમાણે, રિસર્ચ દરમિયાન તેમનું લક્ષ્ય હૃદય રોગનું જોખમ ઓછું કરનારા ડાયટ સપ્ટિમેન્ટ્સ માલુમ કરવાનું હતું. લીલાં શાકભાજીની અસર પેરિફરલ આર્ટરી ડિસીઝમાં પણ જોવા મળી છે. તેમાં પગની રક્તવાહિની પાતળી બને છે. લીલાં શાકભાજીનું સેવન કરવાથી આ બીમારીનું જોખમ 26% સુઘી ઘટી જાય છે. આ સિવાય હાર્ટ અટેક, સ્ટ્રોક અને હાર્ટ ફેલનું જોખમ પણ ઘટે છે.

નાઈટ્રેટના સપ્ટિમેન્ટ લેવાથી બચવું

નાઈટ્રેટની ઊણપ દૂર કરવા માટે સપ્લિમેન્ટ્સ ન લેવાની સંશોધકોની સલાહ

સંશોધકોના મતે નાઈટ્રેટથી ભરપૂર શાકભાજી સ્વાસ્થ્ય માટે પૂરતી છે. વધારે માત્રામાં શાકભાજીનું સેવન કરતાં લોકોમાં તેના વધારે ફાયદા જોવા મળ્યા નથી. ડૉ. કેથરીનના જણાવ્યા પ્રમાણે, નાઈટ્રેટની ઊણપ દૂર કરવા માટે તેનાં સપ્લિમેન્ટ્સ લેવાથી બચવું જોઈએ.

આ રીતે શાકભાજીનું સેવન કરો

જ્યુસને બદલે સ્મૂધી વધારે લાભદાયી

ડૉ. કેથરીન જણાવે છે કે ડાયટમાં પાલક, બીટ સામેલ કરો. તેના જ્યુસને બદલે સ્મૂધીનું સેવન કરવાથી વધારે લાભ થાય છે. જ્યૂસમાં તેમાં રહેલાં ફાઈબર નાશ પામે છે. તેથી કાચી શાકબાજી અથવા તેની સ્મૂધી વધારે લાભદાયી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here