સુરત : ચંદી પડવાના તહેવારને લઈ આરોગ્ય વિભાગ એલર્ટ, મીઠાઈ વિક્રેતાઓને ત્યાં પાડ્યા દરોડા

0
43

સુરત: સ્વાદ રસિયા સુરતીલાલાઓના મનગમતા તહેવાર ચંદી પડવાને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા અને ઘારીમાં હલકી કક્ષાના માવાનો ઉપયોગ કરતા માવા વિક્રેતાઓને ત્યાં સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

શહેરના કુલ આઠ ઝોનમાં આવેલા માવા વિક્રેતાઓને ત્યાથી માવાના સેમ્પલ લઇ પૃથક્કરણ માટે લેબોરેટરી ખાતે મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. જેનો રિપોર્ટ 14 દિવસે આવ્યા બાદ સેમ્પલ ફેલ જણાશે તો કસૂરવાર વિક્રેતાઓ સામે કાર્યવાહી પણ કરવાની ચીમકી અધિકારીઓએ આપી છે.

ચંદી પડવાના પર્વ નિમિત્તે સુરતમાં લાખો કરોડો રૂપિયાની ઘારીનું વેચાણ થાય છે. જોકે સ્વાદપ્રિય ઘારીમાં વપરાતા હલકી કક્ષાના માવાને લઈ લોકોના આરોગ્ય સામે પણ ખતરો ઉભો થાય છે. સુરત મહાનગરપાલિકાને મળેલી ફરિયાદના આધારે આજરોજ આરોગ્ય અને ફુડ વિભાગ દ્વારા કુલ આઠ જેટલા ઝોનમાં આવેલા માવા ના હોલસેલ વિક્રેતાઓને ત્યાં દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી. દરોડાની કાર્યવાહી દરમિયાન આરોગ્ય વિભાગ દ્વારા આવા વિક્રેતાઓને ત્યાંથી માવાના સેમ્પલો લઈ પૃથ્થકરણ માટે લેબોરેટરી ખાતે મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી.

આ અંગે અધિકારીઓએ જણાવ્યું કે, આગામી દિવસોમાં ચંદી પડવાના પર્વને લઈ તપાસ શરૂ કરવામાં આવી છે. જે સેમ્પલો લેવામાં આવ્યા છે તે સેમ્પલ લેબોરેટરી ખાતે મોકલવામાં આવશે અને ત્યારબાદ ૧૪ દિવસના રિપોર્ટ આવ્યા બાદ સેમ્પલ ફેલ જણાશે તો કસુરવાર સામે કાર્યવાહી કરવામાં આવશે. ગત વર્ષે ત્રણ જેટલા માવાના હોલસેલ વિક્રેતાઓ સામે કાયદાકીય રીતે કાર્યવાહી પણ કરવામાં આવી હતી. જોકે આ વર્ષે પણ ચંદી પડવાના પર્વને ધ્યાનમાં રાખી અને ઘારીમાં હલકી કક્ષાના ઉપયોગમાં લેવાતા માવાની ફરિયાદના આધારે તપાસ કરી સેમ્પલો લેવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here