Monday, October 18, 2021
Homeરાજકોટ : દિવાળીના તહેવારોને લઈને આરોગ્ય વિભાગના દરોડા, 4 વેપારીને નોટિસ ફટકારી.
Array

રાજકોટ : દિવાળીના તહેવારોને લઈને આરોગ્ય વિભાગના દરોડા, 4 વેપારીને નોટિસ ફટકારી.

દિવાળીના તહેવારો નજીક આવતા જ મનપાની આરોગ્ય વિભાગની ટીમે શહેરના વિવિધ વિસ્તારમાં દરોડા પાડી ચેકિંગ હાથ ધર્યુ છે. જે દરમિયાન આરોગ્ય વિભાગે 4 વેપારીને નોટિસ ફટકારી છે. આ સાથે જ 19 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કર્યો છે.

મનપાએ ચેકિંગ કરી નોટિસ ફટકારી
(મનપાએ ચેકિંગ કરી નોટિસ ફટકારી)
19 કિલનો અખાદ્ય જથ્થો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો
દિવાળીના તહેવારો પર ડ્રાયફ્રૂટ અને મીઠાઈ-ફરસાણનું વેચાણ બહોળા પ્રમાણમાં થતું હોય છે. જેથી રાજકોટના લોકોને ભેળસેળ રહિત આરોગ્યપ્રદ ખાદ્યપદાર્થો મળી રહે તે હેતુથી ફુડ બિઝનેસ ઓપરેટરોની ચકાસણી કરી નમૂના લેવાની કામગીરી કરવામાં આવી હતી. ડ્રાયફ્રૂટના 7 નમુના અને અન્ય ખાદ્યચીજોના 4 નમૂના એમ કુલ 11 નમૂના લેવામાં આવ્યા હતા. આ સાથે જ 21 વેપારીઓને ત્યાં ચકાસણી કરી 4 વેપારીઓને નોટિસ ફટકારવામાં આવી હતી. આ સાથે જ કુલ 19 કિલનો અખાદ્ય જથ્થો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments