ફોટો પડાવવામાં ભાન ભૂલ્યા આરોગ્ય મંત્રી..! સોશિયલ ડિસ્ટન્સિંગના ઉડ્યા ધજાગરા, માસ્ક ગાયબ

0
3

આરોગ્યમંત્રીએ જ માસ્ક નથી પહેર્યુ, સોશિયલ ડિસ્ટન્સનું કર્યું ઉલ્લંઘન

રાજ્યકક્ષાના આરોગ્ય મંત્રી કુમાર કાનાણી ફરી વિવાદમાં આવ્યાં છે. આત્મનિર્ભર લોનના ચેક વિતરણના કાર્યક્રમ દરમિયાન કુમાર કાનાણીએ માસ્ક વિના જ ફોટો સેશન કરાવ્યું. અને સોશિયલ ડિસ્ટન્સનો પણ અભાવ જોવા મળ્યો.

એક તરફ સરકાર કોરોના મહામારીને લઇ ગાઇડલાઇનનું કડક પાલન કરાવી રહી છે. એટલું જ સરકાર આમ જનતા પાસેથી જો માસ્ક ના પહેર્યું હોય તો દંડ વસૂલે છે. ત્યારે સરકારના જ ખૂદ મંત્રી કાયદાનું ઉલ્લંઘન કરતા જોવા મળ્યા છે.

જણાવી દઇએ, વરાછા બેંક દ્વારા આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનામાં આરોગ્ય મંત્રી કુમારભાઈ કાનાણીના હસ્તે લાભાર્થીઓને લોનના ચેક આપવામાં આવ્યાં હતાં. બેંક દ્વારા અત્યાર સુધીમાં 5251 ખાતેદારોને 42 કરોડ રૂપિયાનું ધિરાણ થયું છે. આ કાર્યક્રમમાં લાભાર્થીઓને ચેક અપાયા બાદ ફોટો સેશન કરવામાં આવ્યું હતું. જેમાં આરોગ્ય મંત્રી ખુદ જ સોશિયલ ડિસ્ટન્સના નિયમનો ભંગ કરતાં કેમેરામાં ઝડપાયા હતાં. ચહેરા પણ માસ્ક પણ નહોતું પહેર્યું ત્યારે હાલ આ ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

ત્યારે સવાલ એ થાય છે કે, જો આરોગ્ય મંત્રી નિયમોનું પાલન નહીં કરે અને માસ્ક નહીં પહેરા તો સામાન્ય જનતાને શું સંદેશો જશે.