Monday, October 25, 2021
Homeસ્વાસ્થ્યમંત્રી હર્ષવર્ધનની દિલ્હી સરકાર સાથે બેઠક, ભારતને આજે કોરોના વેક્સિન મળવાની શક્યતા
Array

સ્વાસ્થ્યમંત્રી હર્ષવર્ધનની દિલ્હી સરકાર સાથે બેઠક, ભારતને આજે કોરોના વેક્સિન મળવાની શક્યતા

દેશમાં કોરોનાની પહેલી વેક્સિન કઈ હશે? એની પર આજે નિર્ણય થઈ શકે છે. કેન્દ્રીય મંત્રી ડોક્ટર હર્ષવર્ધન ડ્રાય રનની તૈયારીઓની સમીક્ષા કરવા માટે બેઠક કરી રહ્યા છે. આ બેઠક એટલા માટે પણ મહત્ત્વની છે, કારણ કે આજે વેક્સિનને ઈમર્જન્સી મંજૂરી મળી શકે તેમ છે. સરકાર તરફથી બનાવવામાં આવેલી એક્સપર્ટ પેનલ શુક્રવારે વેક્સિનની મંજૂરી માગનાર કંપનીઓની એપ્લિકેશન અંગે વિચારણ કરશે. અત્યારસુધી સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા, ભારત બાયોટેક અને ફાઈઝરે ઈમર્જન્સી યુઝની મંજૂરી માટે અપ્લાઇ કર્યું છે.

અપડેટ્સ…

​​​​​​​કોરોના વેક્સિન અંગે સબ્જેક્ટ એક્સપર્ટ કમિટિની આજે મહત્વની બેઠક ચાલી રહી છે. જેમાં ઓક્સફોર્ડ એસ્ટ્રેજેનેકાની કોરોના વેક્સિન કોવિશીલ્ડને ઈમરજન્સી અપ્રૂવલ આપવા અંગે વિચારણા થશે. મળતી માહિતી પ્રમાણે, આ બેઠકમાં ફાઈઝર, ભારત બાયોટેક અને સીરમ ઈન્સ્ટીટ્યૂટ ત્રણેયને એક પછી પ્રેઝેન્ટેશન આપવાની છે. આ બેઠકમાં જાયડસ કેડિલા પણ સામેલ છે.

દિલ્હી સરકાર સાથે વિડિયો-કોન્ફરન્સ દ્વારા થઈ રહેલી બેઠકમાં સ્વાસ્થ્યમંત્રીએ કહ્યું હતું કે પહેલા તબક્કામાં વેક્સિન લગાડવાની તૈયારી પૂરી થઈ ચૂકી છે. જે લોકોને પહેલા વેક્સિન આપવાની છે તેમની યાદી તૈયાર છે. તેમણે જણાવ્યું હતું કે કોવિડ વેક્સિનનો ડ્રાય રન દિલ્હીના જીટીબી હોસ્પિટલ અને એક ખાનગી હોસ્પિટલમાં યોજાશે.

સીરમ ઈન્સ્ટિટ્યૂટ કોવિશીલ્ડ નામની વેક્સિન બનાવી રહી છે, જેને ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને ફાર્મા એસ્ટ્રાજેનેકાએ ડેવલપ કરી છે. સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઉપરાંત સ્વદેશી વેક્સિન કોવેક્સિન બનાવનાર ભારત બાયોટેકે બુધવારે પેનલ સમક્ષ પ્રેઝન્ટેશન આપ્યું હતું, સાથે જ અમેરિકન કંપની ફાઈઝરે પોતાનો ડેટા રજૂ કરવા માટે વધુ સમય માગ્યો છે.

પેનલની મંજૂરી પછી ફાઈન અપ્રૂવલ મળશે

એક્સપર્ટ પેનલ પાસેથી મંજૂરી મળ્યા પછી કંપનીઓની એપ્લિકેશન ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા પાસે ફાઈનલ અપ્રૂવલ માટે જશે. સરકાર આ જ મહિને વેક્સિનેશન શરૂ કરવાના હેતુથી તૈયારી કરી રહી છે, જેના માટે આવતીકાલે, એટલે કે 2 જાન્યુઆરીએ આખા દેશમાં વેક્સિનનો ડ્રાય રન કરાશે. ડ્રાય રનના એક દિવસ પહેલાં આ મીટિંગ યોજાવા જઈ રહી છે.

આ પહેલાં ગુરુવારે ડ્રગ્સ કંટ્રોલર જનરલ ડો. વીજી સોમાનીએ કહ્યું હતું કે નવું વર્ષ આપણા માટે હેપી હશે, કારણ કે ત્યારે આપણા હાથમાં કંઈક હશે, આથી માનવામાં આવી રહ્યું છે કે ઝડપથી કોઈ વેક્સિનને અપ્રૂવલ મળી શકે છે. ભારત અમેરિકા પછી કોરોનાથી પ્રભાવિત દુનિયાનો બીજો સૌથી મોટો દેશ છે. સરકારે આગામી છથી આઠ મહિનામાં 30 કરોડ લોકોને વેક્સિન લગાડવાની યોજના બનાવી છે.

કોવિશીલ્ડ રેસમાં સૌથી આગળ

સસ્તી હોવાને કારણે ઓક્સફોર્ડ વેક્સિન સરકારની સૌથી મોટી આશા છે. જોકે સરકારે અત્યારસુધીમાં સીરમ ઈન્સ્ટિટ્યૂટ સાથે એની ખરીદીની સમજૂતી પર હસ્તાક્ષર નથી કર્યા. કંપનીનું કહેવું છે કે એ પહેલાં પોતાના ઘરેલું બજાર પર ફોકસ કરશે. ત્યાર પછી તે દક્ષિણ એશિયાના દેશ અને આફ્રિકાને એક્સપોર્ટ કરાશે.

વેક્સિન બનાવનારી દુનિયાની સૌથી મોટી કંપનીના CEO અદાર પૂનાવાલાએ સોમવારે જણાવ્યું હતું કે ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકા વેક્સિનના લગભગ પાંચ કરોડ ડોઝ પહેલાંથી જ તૈયાર થઈ ચૂક્યા છે. આગામી વર્ષે માર્ચ સુધી 10 કરોડ ડોઝ બનાવવાનું આયોજન છે.

આ દેશોમાં ઈમર્જન્સી યુઝની મંજૂરી મળી

અમેરિકામાં ફાઈઝર અને મોડર્નાની વેક્સિનને ઈમર્જન્સી યુઝને મંજૂરી મળી ચૂકી છે.

બ્રિટને ફાઈઝર અને એસ્ટ્રોજેનેકે વેક્સિનને મંજૂરી આપી દીધી છે. અહીં વેક્સિનેશન ચાલી રહ્યું છે.

ચીને તાજેતરમાં જ સ્વદેશી કંપની સિનોફાર્મની વેક્સિનને અમુક શરતો સાથે મંજૂરી આપી દીધી છે.

રશિયામાં પણ સ્વદેશી વેક્સિન સ્પુતનિક V દ્વારા માસ વેક્સિનેશન શરૂ કરવામાં આવ્યું છે.

કેનેડાએ ફાઈઝર અને બાયોએનટેકની વેક્સિનને મંજૂરી આપી દીધી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments