ન્યુઝીલેન્ડ : લૉકડાઉન ભંગ કરી પોતાને મૂર્ખ કહેનારા આરોગ્યમંત્રીનું રાજીનામું

0
0

વેલિંગ્ટન. ન્યુઝીલેન્ડના આરોગ્યમંત્રી ડેવિડ ક્લાર્કે કોરોના અંગે તેમની ટિપ્પણી વિરુદ્ધ જનાક્રોશ બાદ ગુરુવારે રાજીનામું આપી દીધું. ક્લાર્કે લૉકડાઉનના ભંગ બદલ પોતાને મૂર્ખ કહ્યા હતા. તેમણે ન્યુઝીલેન્ડ પરત ફરેલા લોકોને ટેસ્ટ વિના આવવા દેવા બદલ ડાયરેક્ટર જનરલ ઑફ હેલ્થ એશ્લે બ્લૂમફિલ્ડની ટીકા કરી હતી. ક્લાર્ક બોલી રહ્યા હતા ત્યારે બ્લૂમફિલ્ડ તેમની પાછળ ઊભા હતા. તેઓ ચોંકી ગયા હતા અને આમ-તેમ જોવા લાગ્યા. આ વીડિયો લાખો વખત જોવાયો.

ક્લાર્કે રાજીનામાની જાહેરાત કરતા કહ્યું કે, એવું લાગી રહ્યું છે કે મારા હોદ્દા પર રહેવાથી કોરોના સામેની લડાઇમાં સરકારનું ધ્યાન તૂટી રહ્યું છે. એપ્રિલમાં લૉકડાઉન છતાં ક્લાર્ક પરિવાર સહિત 19 કિ.મી. ટ્રાવેલ કરીને બીચ પર ગયા હતા. ટીકા બાદ તેમણે કહ્યું હતું કે, ‘હું મૂર્ખ છું.’ન્યુઝીલેન્ડ હાલ કોરોનામુક્ત થઇ ચૂક્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here