Wednesday, September 29, 2021
Homeસ્વાસ્થ્ય સુરક્ષા : હેલ્થ ઈન્શ્યોરન્સ કંપનીની સર્વિસથી નાખુશ છો તો પોલિસી પોર્ટ...
Array

સ્વાસ્થ્ય સુરક્ષા : હેલ્થ ઈન્શ્યોરન્સ કંપનીની સર્વિસથી નાખુશ છો તો પોલિસી પોર્ટ કરાવી શકો

હેલ્થ ઈન્શ્યોરન્સ પોર્ટેબિલિટી પોલિસીની કંપની બદલવાની સુવિધા આપે છે. આ સુવિધા હેઠળ જો તમે જૂની વીમા કંપનીની સર્વિસથી સંતુષ્ટ ન હો તો કંપની બદલી શકાય છે. આમ થવા પર તમે ઈન્શ્યોરન્સ કંપની પોર્ટ કરાવી શકો છો. પોલિસી પોર્ટ કરાવતા પહેલાં કેટલીક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. આજે અમે તમને પોર્ટેબિલિટીની પ્રોસેસ અને તે અંગે જરૂરી વાતો જણાવી રહ્યા છીએ…

ઈન્શ્યોરન્સ પોર્ટેબિલિટીની પ્રોસેસ
પોલિસી પોર્ટ કરાવવા માટે તમારે હાલની પોલિસી એક્સપાયર થાય તેના મિનિમમ 45થી 60 દિવસ પહેલાં નવી ઈન્શ્યોરન્સ પોલિસી કંપની પાસે જવું પડશે. અહીં પોર્ટેબિલિટી પ્રપોઝલ ફોર્મ ભરી પોલિસીની કોપી જમા કરાવવી પડશે. તમારી અરજી સ્વીકાર કર્યા બાદ નવી કંપની જૂની ઈન્શ્યોરન્સ કંપની સાથે સંપર્ક કરી તમારી મેડિકલ અને ક્લેમ હિસ્ટ્રી જાણશે. તેના આધારે જ પોર્ટેબિલિટી પ્રપોઝલ સ્વીકાર અથવા રદ્દ કરવામાં આવશે.

વધારે પ્રીમિયમ આપવું પડી શકે છે
નવી ઈન્શ્યોરન્સ કંપની તમારું હાલનું સ્વાસ્થ્ય ચકાસશે તે જૂની કંપનીમાં પોલિસી લેતી વખતની તમારાં સ્વાસ્થ્યની ગણતરી નહિ કરે. તમારાં હાલનાં સ્વાસ્થ્યને જોતાં કંપની એક નિશ્ચિત રકમ અથવા પ્રીમિયમ વધારવા માટે કહી શકે છે. અર્થાત તમને જાણ હોવી જોઈએ કે પોલિસી પોર્ટ કરાવવા પર તમારે વધારે પ્રીમિયમ ભરવું પડી શકે છે. તેથી એ વાત સ્પષ્ટ હોવી જોઈએ કે તમે હેલ્થ ઈન્શ્યોરન્સ પોલિસી પોર્ટ કેમ કરાવવા માગો છો?

હેલ્થ કવર પોર્ટ કરાવતા સમયે આ વાતોનું ધ્યાન રાખો
વીમા કવર વધારવા પર વેઈટિંગ પીરિયડ પૂરો કરવો પડશે
જો તમે કવરની રકમ વધારવા માટેનો ઓપ્શન પસંદ કરો છો તો ધ્યાન રાખો કે વેઈટિંગ પીરિયડનો ફાયદો માત્ર જૂની પોલીસી પર જ લાગુ થશે. વધારાની રકમ માટે તમારે નવી વીમા કંપની સાથે વેઈટિંગ પીરિયડ પૂરો કરવો પડશે.

નવી કંપનીના કવરેજ અને લિમિટ સમજો
ઘણા લોકો ઈન્શ્યોરન્સ પોલિસી એટલા માટે પોર્ટ કરાવે છે કારણ કે અન્ય કંપની ઓછું પ્રીમિયમ ઓફર કરતી હોય છે. નવી કંપનીના કવરેજ, તેની લિમિટ અને સબ લિમિટ સમજવી જરૂરી છે.

ઓફર્સનું તુલનાત્મક અધ્યયન
હેલ્થ ઈન્શ્યોરન્સ પોર્ટેબિલિટી માર્કેટમાં રહેલી ઓફર્સની માહિતી મેળવવાની આઝાદી આપે છે, પરંતુ પોર્ટેબિલિટી કરાવતાં પહેલાં તેનાં નફા-નુક્સાનનું યોગ્ય આંકલન કરવું જરૂરી છે.

નવી કંપનીથી કશું છુપાવો નહિ
દર પોલિસીની પોતાની ખાસિયત હોય છે. તમે શું છોડી રહ્યા છો અને શું મેળવી રહ્યા છો તે જાણવા માટે બંને પોલિસીની ખાસિયત જાણી લો. નોન ડિસ્ક્લોઝરની મુશ્કેલીમાંથી બચવા માટે ક્લેમ અને મેડિકલ હિસ્ટ્રીનું વિવરણ નવી કંપનીને આપો.

હેલ્થ ઈન્શ્યોરન્સ પોલિસી પોર્ટ કરાવવા માટે આ ડોક્યુમેન્ટસની જરૂર રહેશે

  • પ્રપોઝલ ફોર્મ
  • પોર્ટેબિલિટી ફોર્મ
  • ઓળખ પત્ર
  • એડ્રેસ પ્રૂફ
  • ક્લેમ હિસ્ટ્રી
  • મેડિકલ હિસ્ટ્રી
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments