સ્વાસ્થ્ય સુરક્ષા : LICએ ‘આરોગ્ય રક્ષક’ હેલ્શ ઈન્શ્યોરન્સ પોલિસી લોન્ચ

0
2

LICએ નોન-લિંક્ડ, રેગ્યુલર પ્રીમિયમવાળો ઈન્ડિવિઝ્યુઅલ હેલ્થ ઈન્શ્યોરન્સ પ્લાન ‘આરોગ્ય રક્ષક’ લોન્ચ કર્યો છે. આ પ્લાન અંતર્ગત પોલિસી હોલ્ડરને કેટલીક ખાસ બીમારીને લઈને હેલ્થ કવર આપવામાં આવશે. આ પ્લાન ઈન્ડિવિઝ્યુઅલ અને ફેમિલી ફ્લોટર બંને રીતે લઈ શકાય છે. આરોગ્ય રક્ષકમાં વિવિધ બીમારીઓ માટે ફિક્સ્ડ બેનિફિટનો લાભ મળશે.

વીમાના પૈસા એક સાથે મળે છે
અન્ય હેલ્થ ઈન્શ્યોરન્સ પ્લાનની તુલનામાં આરોગ્ય રક્ષક પોલિસી અલગ પ્લાન છે. તેમાં પેમેન્ટ અને રિઈન્વર્સમેન્ટની રીત પણ અલગ છે. સામાન્ય રીતે, હેલ્થ પોલિસી વીમા રકમની મર્યાદા સુધી તબીબી સારવાર પર કરવામાં આવેલા વાસ્તવિક ખર્ચની રકમને રિઈન્વર્સ કરે છે. આરોગ્ય રક્ષક પોલિસી વાસ્તવિક તબીબી સારવાર ખર્ચને ધ્યાનમાં લીધા વિના વીમા રકમની જેટલી ચૂકવણી એક સાથે કરે છે.

આ પ્લાન કોણ લઈ શકે છે?
આ યોજના અંતર્ગત વીમાધારકની ઉંમર 18થી 65 વર્ષની હોવી જોઈએ અને બાળકની ઉંમર 91 દિવસથી 20 વર્ષની હોવી જોઈએ. ગાર્ડિયન માટે તેનો કવર પિરિઅડ 80 વર્ષની ઉંમર સુધી અને બાળકો માટે 25 વર્ષ છે. મૂળ વીમાધારક, પતિ, પત્ની, માતા-પિતા માટે કવર અવધિ 80 વર્ષ સુધીની છે.

આરોગ્ય રક્ષક પ્લાન સંબંધિત ખાસ બાબતો

  • પોલિસી પસંદ કરવા માટે ફ્લેક્સિબલ લિમિટ મળે છે.
  • ફ્લેક્સિબલ પ્રીમિયમ પેમેન્ટ ઓપ્શનની સુવિધા મળે છે.
  • હોસ્પિટલમાં દાખલ થવા અથવા સર્જરી વગેરેની બાબતમાં વેલ્યુએબલ ફાઈનાન્શિયલ પ્રોટેક્શનની સુવિધા મળે છે.
  • વાસ્તવિક તબીબી ખર્ચને ધ્યાનમાં લીધા વગર એક સાથે લાભ મળે છે.
  • ઓટો સ્ટેપ અપ બેનિફિટ અને ક્લેઇમ બેનિફિટના માધ્યમથી હેલ્થ કવર વધારવો.
  • જો મૂળ પોલિસીધારકનું કોઈ દુર્ઘટનામાં મૃત્યુ થઈ જાય છે તો બાકીના વીમા સભ્યોને પ્રીમિયમમાં છૂટ મળશે.
  • કેટલીક મુખ્ય સર્જરી દરમિયાન પણ કેટેગરી I અથવા કેટેગરી II અંતર્ગત એક વર્ષ માટે પ્રીમિયમમાં છૂટનો લાભ પણ આપવામાં આવે છે.
  • એમ્બ્યુલન્સ અને હેલ્થ ચેકઅપનો ફાયદો મળે છે.
  • તમે કોઈ ક્લેમ નથી લેતા તો દર વર્ષે બેનિફિટ હેલ્થ કવરના રૂપમાં વધે છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here