health tips : માત્ર ફૂદીનાના પાન કરશે આટલી બધી બીમારીઓની સારવાર

0
72

લાઈફસ્ટાઈલ ડેસ્કઃ ફૂદીનો (mint) શરીરને ઠંડક આપવાની સાથે સાથે તેનો ઉપયોગ રસોઇમાં (cooking) સ્વાદ તથા સોડમ વધારવા માટે તો કરવામાં આવે જ છે. પરંતુ ઓછા લોકો જાણતા હશે કે ફૂદીનો ઔષધિગુણથી (Herbaceous) ભરપૂર છે. (health tips)

 

    • અળાઇથી રાહત પામવા ફૂદીનાના રસમાં ગોળ ભેળવી ઉકાળવું અને ઠંડુ થયા બાદ પીવું.
    • ફૂદીનાના પાન ચાવવાથી માઉથ ફ્રેશનરનું કામ કરે છે.

 

    • ઊલટી અને જુલાબની સમસ્યાથી છૂટકારો મેળવવા ફૂદીનામાં સાકર ભેળવી અથવા દહીં નાખીને ખાવાથી રાહત થાય છે.

 

    • અજીર્ણની તકલીફમાં ફૂદીનાના રસમાં કાળું મીઠું (સંચળ) ભેળવી ચાટવાથી ફાયદો થાય છે.
    • ઉધરસથી રાહત મેળવવા ફૂદીનાના રસમાં કાળું મીઠુ ભેળવી લેવું.અથવા ફૂદીના અને આંબળાનો રસ સપ્રમાણ લઇ મધ ભેળવી લેવું.

 

    • ફૂદીનાના રસમાં પાણી ભેળવી કોગળા કરવાથી ટોન્સિલમાં રાહત થાય છે.

 

    • ફૂદીનાના તાજા રસમાં મધ ભેળવીને પીવાથી પેટના દુખાવાથી છૂટકારો મળે છે.

 

    • એક કપ પાણીમાં બે ચમચી ફૂદીનાનો રસ તથા લીંબુનો રસ ભેળવી પીવાથી પેટની તકલીફમાં રાહત થાય છે.

 

    • ફૂદીના તથા તુલસીના ૧૦-૧૦ પાન લઇ તેનો કાઢો બનાવી પીવાથી મેલેરિયામાં ફાયદો થાય છે.

 

    • ફૂદીનાના રસમાં લીંબુનો રસ, આંબળાનો રસ તથા મધ ભેળવી પીવાથી કોલેરા તથા ઊલટીમાં આરામ મળે છે.

 

    • ફૂદીનાની ચટણીનો લેપ બનાવી ચહેરા પર એક કલાક સુધી લગાડી રાખી ચહેરો ધોવાથી ચમકી ઊઠશે.

 

    • ફૂદીના તથા તુલસીનો રસ ભેળવી પીવાથી ટાઇફોડમાં રાહત થાય છે.
      ફૂદીનાના રસના ત્રણ-ચાર ટીપાં નાકમાં નાખવાથી શરદીમાં રાહત થાય છે તેમજ ગળતું નાક બંધ થાય છે.

 

  • ફૂદીનાના પાન, મરી, સિંધવ, હીંગ, કાળી દ્રાક્ષ તથા જીરું મિક્સ કરી વાટી તેની ચટણી બનાવી ખાવાથી મંદાગ્નિ દૂર થઇ પાચનશક્તિ વધે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here