સ્વાસ્થ્ય શિયાળામાં શા માટે આદુ ખાવું છે જરૂરી, જાણી લો ફટાફટ અને શરુ કરો ઉપયોગ

0
12

શિયાળાની શરુઆત થઈ ચુકી છે આવી સ્થિતિમાં તમારું સ્વાસ્થ્ય પણ પ્રભાવિત થાય છે. શિયાળામાં સૌથી સામાન્ય તકલીફ હોય છે શરદી અને ખાંસીની. આમ તો આ બીમારી સામાન્ય સમસ્યા છે. પરંતુ કોરોના કાળમાં આ સામાન્ય સમસ્યા જોખમી સાબિત થઈ શકે છે. પરંતુ જો શિયાળામાં થતી આ સમસમયામાં તમે આદુનું સેવન કરો તો તમને લાભ થાય છે. આદુ ઔષધીય ગુણધર્મોથી ભરપુર છે. તેમાં આયર્ન, કેલ્શિયમ, આયોડિન, વિટામિન્સ સહિત ઘણા પોષક તત્વો હોય છે. તેનું સેવન શિયાળામાં કરવું ખૂબ લાભકારી સાબિત થાય છે.

ખાંસી થવા પર આદુના નાના ટુકડાનો રસ કાઢી તેના સમાન પ્રમાણમાં મધ ઉમેરી તેનું સેવન કરવાથી રાહત થાય છે. આ ઉપાય સવારે અને સાંજે એમ બે વખત કરવો.

આદુનું પાણી પીવાથી શરીરની રોગપ્રિતકારક શક્તિ વધે છે. આ સાથે, શરદી-ખાંસી અને વાયરલનું સંક્રમણ થવાનું જોખમ પણ ઘટે છે.

આદુનું નિયમિત સેવન કરવાથી ભૂખ ઓછી લાગવાની સમસ્યાથી છુટકારો મળી શકે છે. જો તમને ભૂખ ઓછી લાગે છે તો આદુમાં થોડું મીઠું ઉમેર્યા પછી તેને દિવસમાં એક કે બે વાર ખાવું.

આદુનું સેવન કરવાથી પેટમાં ગેસ, અપચો જેવી સમસ્યા થતી, આ ઉપરાંત ખાટા ઓડકાર આવવાનું પણ બંધ થાય છે.

આદુમાં ઘણા પોષક તત્વો હોય છે. તે શરીરને અનેક રોગોથી બચાવે છે. સાથે જ તે ઘૂંટણના દુખાવા જેવી પીડામાંથી પણ રાહત આપે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here