હળવદ : આરોગ્ય કર્મચારીઓ પગાર વધારવા મામલે મામલતદારને બ્લોક હેલ્થ અધિકારીને રજુઆત કરવા ધસી ગયા

0
8
હળવદ તાલુકાના આરોગ્ય કર્મચારીઓ આઉટસોસૅની એજન્સી તરફથી  ઘણા સમયથી આરોગ્ય વિભાગ ‌મા કામ કરે છે  જેમાં માસિક  8504 જેટલો સામાન્ય પગાર  હોવાથી હાલની કાળઝાળ  મોંઘવારીમાં  પરિવારનું પરિવારનું ગુજરાન ચલાવું મુશ્કેલી ત્યારે આઉટસોસૅ ના  હળવદ તાલુકાના ૩૦થી ૪૦ જેટલા આરોગ્ય કર્મચારીઓ હળવદ મામલતદાર અને તાલુકા બ્લોક હેલ્થ અધિકારીને પગાર વધારો મામલે રજૂઆત કરવા ધસી ગયા હતા અને આવેદનપત્ર આપીને  સરકાર સમક્ષ પગાર વધારો કરવા નુ માંગ કરી‌ હતી.
કોરોનાની મહામારી વચ્ચે ખડે પગે  લોકોને આરોગ્યલક્ષી સેવા પૂરી પાડતા અને કોરોમા  ગ્રામીણ વિસ્તારમાં સર્વે કરી તેમજ કોરોના પોઝિટિવ દર્દીઓની મુલાકાત લઇ  ને આરોગ્ય ‌સેવાઓ પુરૂ પાડવામાં આવતી કપરા સંજોગોમાં પણ આરોગ્ય કર્મચારીઓનો  આરોગ્ય ની કામગીરી કરેલ છે આઉટસોસૅની એજન્સી તરફથી આરોગ્ય કર્મચારીઓ ને 8504 જેટલો પગાર ચૂકવવામાં આવે છે  હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ૩૦થી ૪૦ જેટલા આરોગ્ય કર્મચારીઓ આરોગ્યની લક્ષી કામગીર ગામડાના લોકો સુધી  આરોગ્ય સેવાઓ પહોંચાડે છે.
ત્યારે સરકાર દ્વારા ઘણા સમયથી પગાર  નહીં  વધારતા આરોગ્ય કર્મચારીઓની પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ છે હાલ ને કાળઝાળ મોંઘવારીમાં 8504 જેટલો પગાર મળતાં તેમજ આ લોકોને પેટ્રોલ તેમજ અપડાઉન માં ખર્ચોલાગતો હોય છે ત્યારે આ સામાન્ય પગારમાં આટલી મોંઘવારીમાં નોકરી કરવી મુશ્કેલ છે ત્યારે આ મામલે આરોગ્ય કર્મચારીઓ એ હળવદ મામલતદાર અને તાલુકા વિકાસ તાલુકા હેલ્થ ઓફિસર ને આવેદનપત્ર આપી આવેદનપત્ર આપવા ગયા હતા આવેદનપત્રમાં જણાવ્યા પ્રમાણે સરકાર દ્વારા સરકારની ગાઇડલાઇન મુજબ મલ્ટી પપૅઝ હેલ્થ વર્કર આરોગ્ય  કર્મચારીઓનો પગાર વધારવામાં આવે  તેવી માંગ કરેલ હતી.
રિપોર્ટર : રોહિત પટેલ, CN24NEWS, હળવદ, મોરબી 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here