Tuesday, September 21, 2021
Homeરિસર્ચ : શરીરમાં લોહતત્ત્વનું વધુ પડતું પ્રમાણ જોખમી, હાર્ટ અને લિવર પર...
Array

રિસર્ચ : શરીરમાં લોહતત્ત્વનું વધુ પડતું પ્રમાણ જોખમી, હાર્ટ અને લિવર પર ગંભીર અસર થાય છે

હેલ્થ ડેસ્ક: સ્વસ્થ જીવન માટે સંતુલિત આહાર લેવો અત્યંત જરૂરી છે. પરંતુ સ્વાદિષ્ટ ખોરાકથી ટેવાયેલી વ્યક્તિઓ તેમની આહારશૈલીને કારણે શરીરમાં અનેક તકલીફોને તેડું આપે છે. શરીરમાં લોહતત્ત્વની માત્રા વધારે થવાથી લિવર અને હૃદય પર ગંભીર અસર પડે છે. તેનો અભ્યાસ લંડનની ઇમ્પિરિયલ કોલેજના વૈજ્ઞાનિકોની ટીમ દ્વારા કરવામાં આવ્યો છે. આ અભ્યાસમાં 5 લાખ લોકોના જિનેટિક ડેટા પર રિસર્ચ કરવામાં આવ્યું છે.

રિસર્ચ
લંડનમાં આવેલી ઇમ્પિરિયલ કોલેજમાં લોહતત્ત્વ અને જિન્સ પર અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ અભ્યાસમાં વૈજ્ઞાનિકો દ્વારા ‘મેન્ડેલિયન રેન્ડમાઈઝેશન’ પદ્ધતિનો ઉપયોગ કરીને લોહતત્ત્વ અને બીમારીઓ સાથેના સંબંધ વચ્ચે સંશોધન કરવામાં આવ્યું હતું. આ પ્રક્રિયા માટે કુદરતી રીતે જેમનાં શરીરમાં લોહતત્ત્વનું પ્રમાણ વધુ હોય તેવા લોકોનાં જિન્સ ‘વેરિઅન્ટ’ને ઓળખવામાં આવ્યા હતા. આવાં જિન્સ ‘વેરિઅન્ટ’ ધરાવતા લોકોને હાય કોલેસ્ટેરોલ અને એથેરોસ્ક્લેરોસિસ થવાનું જોખમ રહે છે.

આ રિસર્ચમાં તેમને જાણવા મળ્યું હતું કે, લોહતત્ત્વનાં વધારે પ્રમાણથી આશરે 900 જેટલી બીમારીઓ થઇ શકે છે. તેમજ તેનાથી કોલેસ્ટેરોલ વધવાની પણ શક્યતાઓ વધી જાય છે. તેના કારણે ધમનીઓ ખરાબ થઇ જાય છે. લોહતત્ત્વનું પ્રમાણ શરીરમાં વધી જવાથી બ્લડ સર્ક્યુલેશન ધીમું થઇ જાય છે. ઉપરાંત હાર્ટ સ્ટ્રોક પણ આવવાની ભીતિ રહે છે.

ઇમ્પિરિયલ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થનાં રિસર્ચના અગ્રણી ડો. દીપેન્દ્ર ગિલ જણાવે છે કે, લોહતત્ત્વ શરીરનું મહત્ત્વનું પોષક તત્ત્વ છે, જે શરીરનાં અંગોમાં ઓક્સિજન પહોંચાડવા માટે જરૂરી છે. પરંતુ એક નિશ્ચિત માત્રા કરતાં શરીરમાં લોહતત્ત્વનું પ્રમાણ વધી જાય તો એનિમિયા થવાનો ભય રહે છે અને લિવર ડેમેજ થવાની શકયતા રહેલી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments