મગની દાળના ટોસ્ટ એક હેલ્ધી અને ટેસ્ટી રેસિપિ છે. તેને તમે સવારે કે સાંજના નાસ્તામાં થોડી મિનિટમાં જ બનાવી શકો છો. એટલું નહીં તે બાળકોના ટિફિન માટે પણ સારો વિકલ્પ બની શકે છે. તમે બાળકોને જંકફૂડની આદત છોડાવવા ઈચ્છો છો તો આ એક પરફેક્ટ ઓપ્શન છે. તો જાણો કઈ સામગ્રીની મદદથી તમે તેને ઘરે જ બનાવી શકો છો.
સામગ્રી
1 કપ મગની દાળ (પલાળેલી)
1/2 બારીક સુધારેલી ડુંગળી
1/4 કપ છીણેલું ગાજર
1/4 કપ છીણેલું શિમલા મરચું
2 લીલા મરચા બારીક સુધારેલા
1 ઈંચ છીણેલું આદુ
1 મોટી ચમચી ઘી
4 બ્રેડ સ્લાઈસ
1/2 નાની ચમચી લાલ મરચાનો પાવડર
1/2 ચમચી ધાણા પાવડર
1/4 નાની ચમચી હળદર સ્વાદ અનુસાર
1 મોટી ચમચી બારીક સુધારેલી કોથમીર
મીઠું સ્વાદ અનુસાર
બનાવવાની રીત
સૌ પહેલા મગની દાળ, લીલા મરચા અને આદુને મિક્સ કરો. તેની પેસ્ટ બનાવી લો. હવે આ બેટરમાં હિંગ, ડુંગળી, શિમલા મરચા, ગાજર, લાલ મરચું, હળદર, ધાણા પાવડર અને મીઠું મિક્સ કરીને સારી રીતે હલાવી લો. હવે એક પેનને ગેસ પર ગરમ કરો. એક બ્રેડ સ્લાઈસ લો અને તેની એક તરફ બેટર લગાવો. આ પછી ઉપરથી થોડું ઘી લગાવો અને તેને ધીમા ગેસે ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકો. જ્યારે ટોસ્ટ બંને તરફથી સારી રીતે શેકાઈ જાય તો વચ્ચેથી કાપી લો અને સોસ કે ચટણી સાથે સર્વ કરો.