કંગનાની ઓફિસ તોડફોડનો કેસ : થોડીવારમાં બોમ્બે હાઇકોર્ટમાં સુનાવણી, કોર્ટે બુલડોઝર ચલાવનારા અધિકારી અને સંજય નિરુપમને પાર્ટી બનાવવાનો આદેશ આપ્યો છે

0
0

કંગના રનૌતના પાલી હિલ્સવાળા ઓફિસમાં તોડફોડને લઈને એક્ટ્રેસ તરફથી ફાઈલ થયેલી યાચિકા પર આજે સુનાવણી થશે. મંગળવારે સુનાવણી દરમ્યાન બોમ્બે હાઇકોર્ટે આ કેસમાં એક્ટ્રેસની ઓફિસ પર બુલડોઝર ચલાવવાનો આદેશ આપનારા અધિકારી અને શિવસેનાના રાજ્યસભાના સાંસદ સંજય નિરુપમને પક્ષકાર બનાવવાની વાત કરી છે. કંગનાએ સંજય રાઉતના ઉખાડી દીધુંવાળા સ્ટેટમેન્ટની સીડી હાઇકોર્ટમાં રજૂ કરી દીધી હતી ત્યારબાદ હાઇકોર્ટે આ આદેશ આપ્યો છે.

9 સપ્ટેમ્બરે પાલી હિલ સ્થિત કંગના રનૌતની ઓફિસ મણિકર્ણિકા ફિલ્મ્સના ઘણા ભાગને BMCએ ગેરકાયદેસર ગણાવીને તોડી પાડ્યા હતા. ત્યારબાદ હાઇકોર્ટમાં કંગના રનૌતે યાચિકા ફાઈલ કરી આ કાર્યવાહીને ગેરકાયદેસર ગણાવી BMC પાસે 2 કરોડ રૂપિયાનું વળતર માગ્યું છે. કોર્ટે આ કેસમાં કંગના પાસે 14 સપ્ટેમ્બરે અને BMC પાસે 18 સપ્ટેમ્બરે જવાબ માગ્યો હતો. એક્ટ્રેસે સોમવારે સપ્લિમેન્ટ્રી એફિડેવિટ ફાઈલ કરી.

BMCના આરોપ પર કંગનાના આરોપ

અગાઉ કંગનાએ બોમ્બે હાઇકોર્ટમાં BMCના એફિડેવિટ પર જવાબ આપતા કહ્યું હતું કે તેની ઓફિસ પર થયેલી BMCની કાર્યવાહી પક્ષપાતપૂર્ણ છે, તેણે એ વાત પણ નકારી કે જ્યારે કાર્યવાહી થઇ તે દરમ્યાન તેની ઓફિસમાં કોઈ બાંધકામ ચાલતું હતું. BMCએ કોઈ ગેરકાયદેસર બાંધકામના પુરાવા રજૂ નથી કર્યા.

તેણે આ વાત પણ નકારી કે તોડફોડને ગેરકાયદેસર ઘોષિત કરવા અને BMC પાસે વળતર તરીકે 2 કરોડ રૂપિયા માગવાની યાચિકા લીગલ પ્રોસેસનો દુરુપયોગ છે. તેણે કહ્યું કે, ‘હું આ વાતને નકારું છું કે મેં ગેરકાયદેસર રીતે કઈ જોડ્યું કે ફેરફાર કર્યો જેવા કે આરોપો લગાવવામાં આવ્યા છે.’

હાઇકોર્ટે એક્ટ્રેસને રાહત આપી બંગલાને યથાસ્થિતિ બનાવવાનો આદેશ આપ્યો હતો, પરંતુ જ્યાં સુધી કોર્ટે કાર્યવાહી પર રોક લગાવી, કંગનાના વકીલનો દાવો છે કે ત્યાં સુધીમાં બંગલાનો 40% હિસ્સો પાડી દેવાયો હતો. તેમાં સોફા, ઝુમ્મર અને એન્ટિક આર્ટ પીસ સહિત ઘણી કિંમતી વસ્તુઓ પણ સામેલ છે.

એફિડેવિટમાં BMCએ આ કહ્યું હતું

એક્ટ્રેસની યાચિકા અને તેમાં માગવામાં આવેલી રાહત લીગલ પ્રોસેસનો દુરૂપયોગ કરે છે. માટે આ યાચિકા પર વિચાર કરવો ન જોઈએ અને તેને દંડ સાથે નકારી દેવી જોઈએ. BMCએ એફિડેવિટમાં એવું પણ સ્પષ્ટ કર્યું કે તેણે કઈ લીગલ પ્રોસેસ હેઠળ કંગનાની ઓફિસનું ગેરકાયદેસર બાંધકામ તોડ્યું છે.

BMCએ હાઇકોર્ટમાં ફાઈલ કરેલા એફિડેવિટમાં જણાવ્યું કે એક્ટ્રેસ કંગના રનૌતના ઓફિસ ગ્રાઉન્ડ ફ્લોરના ટોયલેટને ગેરકાયદેસર રીતે રૂમમાં બદલવામાં આવ્યું છે. ગ્રાઉન્ડ ફ્લોરમાં ગેરકાયદેસર કિચનનું નિર્માણ કરવામાં આવ્યું. આ સિવાય પેન્ટ્રી, ટોયલેટ, કેબીન, પૂજા ઘર સહિત ઘણું બાંધકામ ગેરકાયદેસર કરવામાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here