વિશાખાપટ્ટનમ દુર્ઘટના : નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલમાં સુનાવણી આજે; સ્ટાયરિન ગેસની અસરને ઓછી કરવા માટે પ્રયાસ ચાલુ

0
10

આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમથી લગભગ 30 કિમી દૂર વેંકટપુરમ ગામમાં એલજી પોલિમર્સ ઈન્ડસ્ટ્રીના કેમિકલ પ્લાન્ટમાં ગેસ લીક થવા બાદ સ્થિતિ પર કાબૂ કરવાના પ્રયાસ ચાલી રહ્યા છે. ગામની આસપાસ 2 કિમીના અંતરના વિસ્તારને ખાલી કરાવાયો છે. તો બીજી બાજુ ગેસની અસરને ઓછી કરવા માટે ગુજરાતમાંથી કેમિકલ પેરા ટર્શરી બ્યૂટાઈલ કેટકોલ મંગાવાયું છે. મોડી રાતે એર ઈન્ડિયાનું એક કાર્ગો પ્લેન તેને લઈને વિશાખાપટ્ટનમ પહોંચ્યું હતું. પીટીબીસી ગુજરાતના વાપી અને વલસાડ જિલ્લામાં બને છે. જ્યારે તેનો હવામાં છંટકાવ કરવામાં આવે છે, તો આ કોઈ પણ પ્રકારના ગેસની અસરને ઓછી કરી દે છે.

તો બીજી બાજુ, નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલમાં આજે આ કેસની સુનાવણી કરવામાં આવશે. આંધ્રપ્રદેશના એક એનજીઓએ એનજીટીમાં એરજી કરીને આ મામલામી તપાસ હાઈ લેવલ કમિટિમાંથી રવાના કરવાની માંગ કરી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે આ કમિટિને રિટાયર્ડ જસ્ટિસ લીડ કરશે.

પોલીસે કહ્યું- ફરી ગેસ લીક થયો નથી

કેમિકલ પ્લાન્ટમાં 21 કલાક બાદ ગુરુવાર રાતે 11.30 વાગ્યે ફરી ગેસ લીક થયો હોવાના સમાચાર મળ્યા હતા. જો કે, પોલીસનો દાવો છે કે ગેસ લીક થયો ન હતો. વિશાખાપટ્ટનમના પોલીસ કમિશનર આર કે મીણાનું કહેવું છે કે સતર્કતાના ભાગ રૂપે 2 કિમીના અંતરમાં ગામને ખાલી કરાવાઈ રહ્યા છે. અફવા પર ધ્યાન ન આપશો. ઘટનાસ્થળથી 2 કિમી દૂરના લોકોને ઘરની બહાર આવવાની જરૂર નછી. આ પહેલા બુધવારે રાતે 2.30 વાગ્યે ગેસ લીક થયો હતો.

ઘણા લોકો બેભાન થઈને પડ્યા હતા

ગેસ 4 કિમીના વિસ્તારમાં આવનારા પાંચ ગામમાં ફેલાયો હતો. આનાથી 2 બાળકોના મોત થયા હતા. બુધવારે સવારે સ્થિતિ એકદમ બગડી ગઈ હતી. લોકોના ઘર સુધી ગેસ ફેલાયો હતો. લોકોને બેચેની, શ્વાસ લેવામાં તકલીફ, ઊલટી થવા બાદ ઊંઘ ઉડી ગઈ હતી. ઘણા લોકો બેભાન થઈ ગયા હતા. ગુરુવાર સવાર સુધી વેંકટપુરમ ગામથી આ પ્રકારની તસવીરો સામે આવતી રહી હતી. ઘણા લોકો ઊભા ઊભા બેભાન થઈને પડતા જોવા મળ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here