Saturday, June 3, 2023
Homeટોપ ન્યૂઝનવા સંસદ ભવન અંગે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી

નવા સંસદ ભવન અંગે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી

- Advertisement -

નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટનને લઈને આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. પિટિશનમાં સુપ્રીમ કોર્ટ પાસેથી નવી સંસદનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ પાસેથી કરાવવા માટે લોકસભા સચિવાલયને નિર્દેશ આપવાની માંગ કરવામાં આવી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે લોકસભા સચિવાલયનું નિવેદન અને લોકસભાના મહાસચિવને ઉદ્ઘાટન સમારોહ માટે આપવામાં આવેલ આમંત્રણ ભારતીય બંધારણનું ઉલ્લંઘન છે.

નવા સંસદ ભવન પર હવે કેન્દ્ર સરકારની સાથે નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ સહિત 25 પક્ષો છે. જો કે ઘણા પક્ષો ઉદ્ઘાટન કાર્યક્રમનો બહિષ્કાર કરવાના વિપક્ષના અભિયાનથી દૂર રહ્યા છે. બીએસપી, જેડીએસ અને તેલુગુ દેશમ પાર્ટીએ ઉજવણીમાં તેમની ભાગીદારીની જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે આ જનહિતનો મુદ્દો છે આનો બહિષ્કાર કરવો ખોટું છે. એનડીએમાં ભાજપ સહિત 18 પક્ષો ઉપરાંત વિપક્ષના સાત પક્ષોએ ઉદ્ઘાટન સમારોહમાં ભાગ લેવા માટે સંમતિ આપી દીધી છે.

બસપા સુપ્રીમો માયાવતીએ કહ્યું કે કેન્દ્રમાં કોંગ્રેસ કે ભાજપની સરકાર હોય પણ બસપાએ હંમેશા પક્ષના રાજકારણથી ઉપર ઉઠીને નિર્ણયો લીધા છે. પાર્ટી આ સંદર્ભમાં નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટનનું પણ સ્વાગત કરે છે. જો કે માયાવાતીએ કહ્યું કે તે પાર્ટીની ચાલી રહેલી સમીક્ષા બેઠકો અંગે પૂર્વ-નિર્ધારિત વ્યસ્તતાને કારણે આ કાર્યક્રમમાં હાજર રહી શકશે નહીં. આંધ્ર પ્રદેશની વિપક્ષી ટીડીપીનું પ્રતિનિધિત્વ રાજ્યસભાના સાંસદ કનકમેદલા રવીન્દ્ર કુમાર આ કાર્યક્રમમાં કરશે. ટીડીપી દ્વારા જારી કરાયેલા એક સત્તાવાર નિવેદન અનુસાર પાર્ટીના વડા એન ચંદ્રબાબુ નાયડુ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. હાલમાં ટીડીપી પાસે રાજ્યસભામાં એક અને લોકસભામાં ત્રણ સાંસદ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular