2016ની સાલમાં પીએમ મોદી દ્વારા કરવામાં આવેલી નોટબંધીને પડકારતી ટોટલ 57 અરજીઓ પર આવતીકાલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરુ થઈ રહી છે. નોટબંધીની પીએમ મોદીની જાહેરાત બાદ તે વિવેક નારાયણ શર્માએ નોટબંધીના સરકારના નિર્ણયને પડકાર્યો હતો અને તેમની પછી બીજી 57 અરજીઓ દાખલ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે હવે આવતીકાલે આ તમામ અરજીઓ એકીસાથે સાંભળશે.
સુપ્રીમ કોર્ટે મોટા કેસની સુનાવણી માટે બંધારણીય ખંડપીઠની રચના કરી છે. આ બંધારણીય ખંડપીઠ સામે સૌથી પહેલા કેસ નોટબંધી પર સુનાવણી કરવાનો છે. ચીફ જસ્ટિસ યુયુ લલિતે બીજી બંધારણીય બેન્ચની રચના કરી છે. તેનું નેતૃત્વ ન્યાયાધીશ એસ અબ્દુલ નઝીર કરશે. બેંચના અન્ય ન્યાયાધીશોમાં જસ્ટિસ બી.આર.ગવઈ, એ.એસ.બોપન્ના, વી રામા સુબ્રમણ્યમ અને બી.વી.નાગરથનાનો સમાવેશ થાય છે. આ બંધારણીય બેંચ સમક્ષ પાંચ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર પણ વિચારણા કરવામાં આવશે.
8 નવેમ્બર 2016ના રોજ રાત્રે 8 વાગ્યે સમગ્ર દેશને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 500 અને 1000 રૂપિયાની નોટો બંધ કરવાની જાહેરાત કરી હતી જે પછી 500 અને 2000ની નવી નોટ બહાર પાડવામાં આવી હતી.