ગુજરાતમાંથી દારૂબંધી હટાવવા મુદ્દે 6 જાહેર હિતની અરજી પર આજે સુનાવણી

0
82

અમદાવાદ: ગાંધીના ગુજરાતમાં આઝાદી પછી એટલે કે વર્ષોથી દારૂબંધી છે. છતાંય લોકો છાના છપના પીવે છે અને વેચાતો મળી પણ જાય છે. ત્યારે આ કાયદામાં ફેરફાર કરવા અને ગુજરાતમાંથી દારૂબંધી હટાવવા માટે અમુક લોકોએ કોર્ટમાં અપીલ કરી છે. આ અરજી પાછળના કારણોમાં કદાચ દારૂનો બે નંબરનો ધંધો અને ભ્રષ્ટાચાર જેવા મુદ્દાઓ સામેલ હોઈ શકે. પરંતુ દેખીતી રીતે થયેલ 6 પીઆઈએલમાં દારૂબંધીનો કાયદો રાઈટ ટુ પ્રાઈવસી એક્ટના ભંગ સમાન હોવાની રજુઆત થઈ છે. જેના પર કોર્ટમાં આજે સુનાવણી થનાર છે.

સુપ્રીમ કોર્ટે આપેલા રાઇટ ટુ પ્રાઇવસી હેઠળ ઘરની ચાર દીવાલોની વચ્ચે તેઓ દારૂનું સેવન કરી શકે છે. બંધારણે વ્યકિતને ખાનગીપણાનો, સમાનતાનો અને રહેવાની સ્વાતંત્રતાનો હક આપ્યો છે. એટલે વ્યક્તિએ શું ખાવું અને શું પીવું તેનો પણ હક હોવો જોઈએ. રાજ્યમાંથીદારૂબંધીઉઠાવવાને લઇને અરજદારોએ રજૂઆતમાં જણાવ્યું છે કે આ સિવાય પણ ફૂડ સેફ્ટી અને ખોરાક તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવ્યો છે જ્યારે તેના ઉપર સરકાર પ્રતિબંધ મૂકી શકે એવી દલીલ અરજદાર દ્વારા રજૂ કરવામાં આવી છે.

આજે થનાર 6 જાહેર હિતોની સુનાવણી મુદ્દે રાજ્ય સરકાર તેમજ પિટિશનરોએ પોતાના જવાબ રજૂ કરી દીધા છે. કોર્ટમાં જે લોકોએ અરજી કરી છે તેમાં રાજીવ પટેલ, ડો.મિલિંદ નેને, નિહારિકા જોષી અને મલય પટેલ સહિત 6 લોકો સામેલ છે. આજે થનાર સુનાવણી પર સૌની નજર છે.

દારૂબંધીનો કાયદો કડક થયા બાદ એકલા સુરતમાં જ 10,000થી વધુ કેસો નોંધાયા

ઉલ્લેખીય છે કે, વર્ષ 2016માં સુરત શહેરમાં પ્રોહીબીશનના કુલ 11,127 કેસ નોંધાયા હતા. ગુજરાતમાં દારૂબંધીનો કાયદો કડક બન્યા બાદ એક વર્ષ એટલે કે 2017ના વર્ષમાં દારૂ પીનારાઓના કેસમાં ઘટાડો થયો હતો પણ બાદમાં દારૂ પીનારાઓને પોલીસનો ડર જાણે દૂર થઈ ગયો હોય કે દારૂનું વેચાણ વધી રહ્યું હોય તેમ એકલા સુરતમાં વર્ષ 2019માં પ્રોહિબિશનના 11,592 કેસ નોંધાયા. સુરત શહેરમાં છેલ્લા ચાર વર્ષમાં પ્રોહીબીશનના ગુનામાં કુલ 39,095 વ્યક્તિઓને વિવિધ પોલીસ સ્ટેશનના પોલીસોએ પકડીને નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ કરાવ્યું કરાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here