પી ચિદમ્બરમની જામીન અરજી પર આજે સુનાવણી

0
26

પૂર્વ કેન્દ્રીય મંત્રી પી ચિદમ્બર છેલ્લા ઘણા દિવસોથી આઈએનએક્સ મીડિયા કેસમાં સીબીઆઈની કસ્ટડીમાં છે. આજે સીબીઆઈ કોર્ટમાં આ કેસની સુનાવણી છે જેમાં એ નક્કી થશે કે ચિદમ્બરમ જેલમાં બંધ રહેશે કે પછી તેમના રિમાન્ડ ખતમ થશે. તમને જણાવી દઈએ કે ચિદમ્બરમે કોર્ટમાં વચગાળાના જામીન માંગ્યા હતા જેના પર સુનાવણા માટે કોર્ટે ત્રણ સપ્ટેમ્બરની તારીખ નક્કી કરી હતી. ચિદમ્બરમ તરફથી વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે આગોતરા જામીન અરજી આપી હતી જેનો વિરોધ કરીને સીબીઆઈની અરજી પર જવાબ આપવા માટે કોર્ટે સમયની માંગ કરી હતી.

આ પહેલા ચિદમ્બરમના રિમાન્ડને એક દિવસ માટે વધારવામાં આવ્યા હતા. આ કેસમાં સોમવારે સુપ્રીમ કોર્ટે તેમને સંબંધિત કોર્ટમાંથી જામીન માંગવા માટે કહ્યુ. સાથે જ આદેશ આપ્યો કે જો તેમની જામીન અરજી નામંજૂર થાય તો પણ તેમને તિહાર જેલ મોકલવામાં ન આવે. કોર્ટે કહ્યુ કે જો સંબંધિત કોર્ટમાંથી ચિદમ્બરને જામીન નહિ મળે તો તેમના સીબીઆઈ રિમાન્ડ ગુરુવાર (5 સપ્ટેમ્બર) સુધી વધારવામાં આવે. આના પર સૉલિસિટર જનરલે વાંધો વ્યક્ત કર્યા બાદ સુપ્રીમ કોર્ટ આજે મંગળવારે ફરીથી સુનાવણી કરશે.

તમને જણાવી દઈએ કે આઈએનએક્સ મીડિયા કેસમાં દિલ્લી હાઈકોર્ટે 20 ઓગસ્ટના રોજ ચિદમ્બરની આગોતરા જામીન અરજી ફગાવી દીધા બાદ સીબીઆઈએ 21 ઓગસ્ટના રોજ તેમની ધરપકડ કરી લીધી હતી. તે 12 દિવસથી સીબીઆઈની કસ્ટડીમાં છે. ટ્રાયલ કોર્ટમાંથી તપાસ એજન્સીને ત્રણ વાર ચિદમ્બરમાં રિમાન્ડ મળી ચૂક્યા છે. ચિદમ્બરમના સીબીઆઈ રિમાન્ડ આજે ખતમ થઈ રહ્યા છે. તેમને રાઉઝ એવન્યુ કોર્ટમાં હાજર કરવામાં આવશે. હાજર થયા બાદ નક્કી થશે કે તેમને જામીન મળશે કે સીબીઆઈ રિમાન્ડમાં જ તે રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here