શાહીન બાગમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, હિંદુ સેનાની ચેતવણી બાદ 144 લાગુ, ફોર્સ તૈનાત

0
16

રાજધાની દિલ્હીના શાહીન બાગમાં નાગરિકતા સંશોધન કાયદા (CAA) વિરૂદ્ધ પ્રદર્શન ચાલી રહ્યાં છે. લગભગ અઢી મહિનાથી શાહીન બાગના રસ્તાઓ બંધ છે. હવે હિંદુ સેનાએ જાહેરાત કરી છે કે તે રવિવારે આ પ્રદર્શન ખતમ કરાવશે. આ જાહેરાત બાદ શાહીન બાગમાં ધરણાસ્થળે ભારે સુરક્ષા બળ તૈનાત કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત પોલીસે પ્રદર્શનકારીઓને ધરણાસ્થળથી ઉભા થઈ જવાની અપીલ કરી છે. કોઈ અઘટીત ઘટના ના ઘટે તે માટે આગામી પગલા ભરતા પોલીસ સમગ્ર વિસ્તારમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે.

નાગરિકતા સંશોધન કાયદા CAA વિરોધ ચાલી રહેલા ધરણાની સાથે સાથે પોલીસે રવિવારે શાહીનબાગમાં કલમ 144 લાગુ કરી દીધી છે. પોલીસે શાહીનબાગમાં ઠેર ઠેર બેનર લગાવીને લોકોને એકઠા થવા, દેખાવો ના કરવા અપીલ કરી છે. પોલીસે ચેતવણી પણ આપી છે કે આવું કરનારાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

હિંદુ સેનાના વિષ્ણુ ગુપ્તાએ ટ્વિટ કરી જણાવ્યું હતું કે, દિલ્હી પોલીસ શાહીન બાગમાં સીએએ વિરોધી પ્રદર્શનકરીઓએને ખસેડવામાં સંપૂર્ણ રીતે નિષ્ફળ ગઈ છે. ભારતના બંધારણ આર્ટિકલ 14, 19, 21 અંતર્ગત અહીં સામાન્ય લોકોના મૂળ અધિકારોનું હનન થઈ રહ્યું છે. હિંદુ સેના 1 માર્ચ 2020ના રોજ સવારે 10 વાગ્યે, તમામ રાષ્ટ્રવાદીઓને બ્લોક કરવામાં આવેલા રસ્તાને ખાલી કરાવવા માટે આમંત્રીત કરે છે.

આ ચેતવણીના પહલે દિલ્હી આજે સવારથી જ શાહીનબાગ સિવાય જાફરાબાદ, મૌજપુર સહિત હિંસાગ્રસ્ત વિસ્તારોમાં વધારે પોલીસ ફોર્સને તહેનાત કરવામાં આવી છે. સાથે જ અહીં 144 લાગુ કરવામાં આવી છે. અહીં કોઈને પણ પ્રદર્શન ના કરવા કહેવામાં આવ્યું છે. નિયમનું ઉલ્લંઘન કરવા પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

શનિવારે દિલ્હી હિંસા વિરુદ્ધ હિન્દુ સેનાએ રેલી કાઢીને વિરોધ કર્યો હતો. જેમાં ભાજપ નેતા કપિલ મિશ્રા પણ સામેલ થયા હતા. એવામાં કોઈ પણ પ્રકારનો અણબનાવ ન બને તે માટે પોલીસે શાહીનબાગમાં CAA વિરુદ્ધ દેખાવ કરી રહેલા લોકોની સુરક્ષા વધારી દીધી છે. સાથે જ દિલ્હીમાં હવે બધું સામાન્ય થવા લાગ્યું છે. દુકાનદાર પોતાની દુકાનો ખોલી રહ્યા છે. નોકરીધંધો કરતા લોકો હવે પોત પોતાના કામે જવા લાગ્યા છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here