જમ્મુ-કાશ્મીર : તંગધારમાં પાકિસ્તાન તરફથી થયો ભારે ગોળીબાર, લોકોમાં દહેશતનો માહોલ

0
6

પાકિસ્તાન પોતાની નાપાક હરકતથી બાજ નથી આવી રહ્યું, દિવાળી પહેલા જ ફરી એકવાર સીમા પર સિઝફાયરનું ઉલ્લંઘન કર્યુ છે. જમ્મુ-કાશ્મીરના તંગધારમાં પાકિસ્તાન તરફથી ભારે ગોળીબાર કરવામાં આવ્યો હતો. ભારતીય સેનાએ પણ જવાબી કાર્યવાહીમાં ફાયરિંગ કરી જબડાતોડ જવાબ આપ્યો હતો. જોકે છેલ્લા કેટલાક વર્ષોમાં તંગધારમાં ફાયરિંગ નથી થયુ, પરંતુ આ વખતે આ સેક્ટરને પણ નિશાન બનાવવામાં આવી રહ્યું છે.

ભારે ગોળીબાર વચ્ચે લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. સ્થાનિકો બંકરમાં છુપાવવા માટે મજબૂર થયા હતા. એ આશંકા દર્શાવાઇ રહી છે કે ફાયરિંગની રેન્જ વધીને તંગધારના મુખ્ય બજાર સુધી પહોંચી શકે છે. એટલા માટે તંગધારમાંથી લોકોને સુરક્ષિત જગ્યા પર પહોંચાડવામાં આવી આવ્યા હતા.

જમ્મુ-કાશ્મીરના બારામુલ્લા સેક્ટરમાં બીએસએફના સબ ઇન્સ્પેક્ટર રાકેશ ડોવલ શહીદ થયા છે. જ્યારે એક જવાન ઘાયલ. કેરન સેક્ટરના કુપવાડાથી લઇ ઉરી તેમજ બારામુલ્લા સુધી પાકિસ્તાને ગોળીબાર કર્યો હતો.

પુંછમાં પાકે સતત ત્રણ દિવસ સંઘર્ષ વિરામનુ ઉલ્લંઘન કર્યુ

આ પહેલા જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં નિયંત્રણ રેખા પર કારણ વિના સંઘર્ષ વિરામનુ ઉલ્લંઘન કરવામાં આવ્યુ. રક્ષા મંત્રાલયના પ્રવક્તા કર્નલ દેવેન્દ્ર આનદે કહ્યું નિયંત્રણ રેખાની પાસે ત્રણ સેક્ટર શાહપુર, કિરની અને કસ્બામાં પાકિસ્તાને સવારે નવ વાગ્યાની આસપાસ નાના હથિયારોથી ફાયરિંગ કરીનં સંઘર્ષ વિરામનુ ઉલ્લંઘન કર્યુ. આ પછી ભારતીય સેનાએ જવાબી કાર્યવાહી શરૂ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here