મપ્ર-મહારાષ્ટ્ર સહિત 6 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, વૈષ્ણવ દેવીના નવા રસ્તા પર ભૂસ્ખલન

0
32

નવી દિલ્હી: દેશના ઘણાં રાજ્યોમાં ચોમાસું સંપૂર્ણ રીતે સક્રિય થઈ ગયું છે. મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર સહિત 6 રાજ્યોમાં બુધવારે અને ગુરુવારે ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. બીજી બાજુ જમ્મુ-કાશ્મીરમાં વરસાદના કારણે વૈષ્ણવ દેવીના નવા રસ્તા પર આજે સવારે ભૂસ્ખલન થયું છે. ત્યારપછીથી અહીં યાત્રાને રોકીને જૂના પારંપરિક માર્ગ પર ડાઈવર્ટ કરવામાં આવી છે. ખરાબ વાતાવરણના કારણે કટરા-સાંઝીછત હેલિકોપ્ટરમાં પણ સેવા બંધ છે.

ભોપાલમાં 11મી બટાલિયનના ડેપ્યૂટી કમાન્ડર અસીમ ઉપાધ્યાયે જણાવ્યું છે કે, હવામાન વિભાગની ચેતવણી પછી એનડીઆરએફની ટીમ એલર્ટ પર છે. ભોપાલ અને મુંબઈમાં બુધવારે-ગુરુવારે પણ વરસાદની આગાહી છે. બીજી બાજુ મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, છત્તીસગઢ, તેલંગાણા અને નાગાલેન્ડમાં આગામી 24 કલાકમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

ઘણાં વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી: હવામાન વિભાગ
કોંકણ, ગોવા, સેન્ટ્રલ મહારાષ્ટ્ર, ગુજરાત વિસ્તાર સિવાય જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને દક્ષિણ રાજસ્થાનમાં ભારે વરસાદ થઈ શકે છે. બંગાળ અને સિક્કિમ, આસામ-મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા, છત્તીસગઢ, સૌરાષ્ટ્ર અને કચ્છ, તેલંગામા અને કર્ણાટકના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ભારે વરસાદનો અંદાજ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here