રાજ્યમાં રેડ અલર્ટ : આગામી 3 કલાકમાં ભારે વરસાદની આગાહી, 24 કલાકમાં 225 તાલુકામાં મેઘ મહેર, સૌથી વધુ સતલાસણા તાલુકામાં 6 ઈંચ વરસાદ

0
0

રાજ્યમાં મેઘ મહેર યથાવત્ છે. સૌથી વધુ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસ્યો છે. વહેલી સવારથી અમદાવાદ, ગાંધીનગર, સુરત, રાજકોટ, વડોદરા, આણંદ, મહેસાણા, સાબરકાંઠા, દ્વારકા, અરવલ્લી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલે છેલ્લા 24 કલાકમાં 225 તાલુકામાં અડધાથી 6 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. જેમા સૌથી વધુ મહેસાણાના સતલાસણા તાલુકામાં 6 ઈંચ વરસાદ વરસ્યો છે. ત્યારે હવામાન વિભાગે આગામી 3 કલાકમાં રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. ત્યારબાદ અરવલ્લી, મહિસાગર, દેવભૂમિ દ્વારકા, પંચમહાલ, તાપી, સુરત, સાબરકાંઠા, દાહોદ, પોરબંદર, જૂનાગઢ, ખેડા, બનાસકાંઠા, રાજકોટ સહિતના વિસ્તારોમાં પણ મોડી રાતથી સામાન્ય વરસાદ વરસી રહ્યો છે.

અમદાવાદમાં મોડી રાતે ધીમીધારે ચાલુ થયેલા વરસાદનું જોર વધ્યું
(અમદાવાદમાં મોડી રાતે ધીમીધારે ચાલુ થયેલા વરસાદનું જોર વધ્યું)

 

સવારે 6થી 8 વાગ્યા સુધીમાં 10 તાલુકામાં 1થી 3 ઈંચ વરસાદ

જિલ્લો તાલુકો વરસાદ(ઈંચ)
પાટણ સિધ્ધપુર 3.5
મહેસાણા બેચરાજી 2.7
મહેસાણા જોટાણા 2
પાટણ શંખેશ્વર 2
ગાંધીનગર માણસા 1.9
મહેસાણા ઊંઝા 1.7
દાહોદ ફતેપુરા 1.5
સાબરકાંઠા હિંમતનગર 1.5
ગાંધીનગર કલોલ 1.4
અરવલ્લી મોડાસા 1.3

 

સવારે 6થી 8 વાગ્યા સુધીમાં 162 તાલુકામાં વરસાદ

હવામાન વિભાગે શનિ અને રવિવારે રાજ્યભરમાં સામાન્યથી ભારે વરસાદની આગાહી કરી છે. જેમા ગઇકાલે 24 કલાકમાં 225 તાલુકામાં અડધાથી 6 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. ત્યાર બાદ આજે પણ વહેલી સવારથી રાજ્યના મોટાભાગના શહેરોમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં રાજ્યના 162 તાલુકામાં અડધાથી 3.5 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. ત્યારે હજુ પણ અમદાવાદ, મહેસાણા, રાજકોટ જેવા શહેરોમાં મેઘ મહેર જોવા મળી રહી છે.
​​​​​​​
અમદાવાદમાં મોડી રાતથી અવિરત વરસાદ

શહેરમાં શનિવારે મોડી રાતથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. મોડી રાતે ધીમીધારે ચાલુ થયેલા વરસાદનું જોર વધ્યું છે. વહેલી સવારથી શહેરના અલગ અલગ વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે. બોપલ, સેટેલાઇટ, વસ્ત્રાપુર, એસજી હાઇવે, વેજલપુર, સરખેજ, ગોતા, વૈષ્ણદેવી સર્કલ, રાણીપ, ન્યુ રાણીપ, ચાંદખેડા, મોટેરા, સાબરમતી, દુધેશ્વર, રખિયાલ, ઓઢવ, શાહીબાગ, મણિનગર, વટવા, જમાલપુર, ઇસનપુર સહિતના વિસ્તારમાં અત્યારે વરસાદ પડી રહ્યો છે. આજે રવિવારે રજા હોવાથી વાહનો ઓછા નજરે પડી રહ્યા છે. વિઝિબિલિટી પણ ઓછી થઈ છે.

મહેસાણા-પાલનપુરમાં 2થી 6 ઈંચ જેટલો વરસાદ વરસ્યો
(મહેસાણા-પાલનપુરમાં 2થી 6 ઈંચ જેટલો વરસાદ વરસ્યો)

 

આજે ભારેથી અતિભારે વરસાદથી ફરી પૂર જેવી સ્થિતિની ભીતિ

આ હવામાનની સ્થિતિને જોતાં આગામી રવિવારને 23 ઓગસ્ટ સુધી ગુજરાતના મોટાભાગના વિસ્તારો તેમજ પાડોશના મધ્યપ્રદેશ તથા દક્ષિણ રાજસ્થાનના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી શકે છે. તેમાં પણ શનિવાર અને રવિવારે ગુજરાતનો તો વારો જ પડી જશે અને ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે, એવું હવામાન વિભાગની આગાહીમાં જણાવાયું છે. આ આગાહીના આધારે આઈએમડી દ્વારા ગુજરાતના તમામ વિસ્તારો સહિત આખા રાજ્યને શનિવાર અને રવિવારે ઓરેન્જ એલર્ટ પર રાખ્યું છે.

મહિસાગર: મોડીરાત્રે ઝરમર ઝરમર વરસ્યા બાદ વહેલી સવારે મન મૂકીને વરસ્યા મેઘરાજા
(મહિસાગર: મોડીરાત્રે ઝરમર ઝરમર વરસ્યા બાદ વહેલી સવારે મન મૂકીને વરસ્યા મેઘરાજા)

 

આખા ગુજરાતમાં રવિવારે રેડ વોર્નિંગ માટે તંત્ર સાબદું

હવામાન વિભાગની યાદી અનુસાર ગુજરાતના ઉત્તર, મધ્ય તથા દક્ષિણના વિસ્તારો ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોને પણ ભારેથી અતિભારે વરસાદ માટે તૈયાર રહેવા તાકીદ કરાઈ છે. રેડ એલર્ટની સ્થિતિમાં લોકોને અતિભારે વરસાદ સામે રક્ષણ માટે તકેદારીના પૂરતાં પગલાં ભરવા માટે તાકીદ કરાય છે.

હિંમતનગર: ભારે વરસાદને પગલે લોકોના ઘર-દુકાનમાં પાણી-પાણી
(હિંમતનગર: ભારે વરસાદને પગલે લોકોના ઘર-દુકાનમાં પાણી-પાણી)

 

ભારે વરસાદ માટે પૂરતી તૈયારી કરવા લોકોને પણ સૂચના

ગુજરાત રાજ્યની વાત કરીએ તો શનિવારે રેડ વોર્નિંગ હેઠળ ઉત્તરના અરવલ્લી, મધ્યના મહિસાગર, સુરેન્દ્રનગર તથા સૌરાષ્ટ્રમાં દીવ કેન્દ્રશાસિત પ્રદેશના વિસ્તારો આવી શકે છે. જ્યારે અમદાવાદ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, પંચમહાલ અને દાહોદ જિલ્લા તથા આજુબાજુના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ અપાયું હતું. જ્યારે રવિવાર માટે બનાસકાંઠા, અરવલ્લી, મહિસાગર, કચ્છ અને દીવમાં રેટ એલર્ટ જ્યારે અમદાવાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, દાહોદ, સુરેન્દ્રનગર, જામનગર અને મોરબીમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે.

છેલ્લા 24 કલાકમાં 20 તાલુકામાં 3થી 6 ઈંચ વરસાદ વરસ્યો

જિલ્લો તાલુકો વરસાદ(ઈંચ)
મહેસાણા સતલાસણા 6.4
અરવલ્લી ધનસુરા 6.2
અરવલ્લી માલપુર 5.8
મહિસાગર ખાનપુર 5.7
અરવલ્લી ભિંલોડા 5.1
દેવભૂમિ દ્વારકા ભાણવડ 5.1
પંચમહાલ શહેરા 4.2
તાપી ડોલવણ 4
સુરત ઉમરપાડા 3.9
સાબરકાંઠા ઈડર 3.8
સાબરકાંઠા તલોદ 3.8
સુરત બારડોલી 3.8
દાહોદ દાહોદ 3.7
મહિસાગર લુણાવાડા 3.5
દાહોદ ફતેપુરા 3.5
સુરત સુરત શહેર 3.5
સાબરકાંઠા ખેડભહ્મા 3.4
સુરત કામરેજ 3.3
સાબરકાંઠા વડાલી 3.2
અરવલ્લી મોડાસા 3.1

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here