પંદર દિવસના વિરામ બાદ મેઘરાજાનું કમબેક, ગુજરાતમાં ભારે વરસાદની આગાહી.

0
26

મઘ્યપ્રદેશમાં અને તેના આસપાસના વિસ્તારોમાં લૉ પ્રેશર સર્જાતા ગુજરાતમાં મેઘરાજાએ કમબેક કર્યું છે. રાજ્યના હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. ખાસ કરીને ડાંગર પકવતા ખેડૂતો ખુશખુશહાલ થયાં છે. ગુજરાતમાં અમદાવાદમાં પણ ૨ થી ૩ ઇંચ વરસાદ ખાબકી શકે છે. હાલમાં સાબરકાંઠા, મહેસાણા, પાટણ સહિત ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની મહેર જારી છે.

ઇડર, વિજયનગર, હિંમતનગરમાં મોડી રાત્રે વરસાદી ઝાપટા પડ્યાં હતા. આ ઉપરાંત હવામાન વિભાગે રાજ્યના અન્ય કેટલાક જિલ્લા સુરત, નવસારી, વાપી, રાજપીપળા, ખેડા, આણંદ, વડોદરા અને નર્મદા જેવા વિસ્તારોમાં પણ વરસાદની આગાહી કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here