ગુજરાતમાં ગુરુવાર સુધી ભારે વરસાદ પડવાની આગાહી

0
35

ગુજરાતમાં છૂટછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે.

આઈએમડીના ડિરેક્ટર જયંત સરકારે સમાચાર સંસ્થા એએનઆઈ સાથે વાત કરતા કહ્યું :

“મંગળવારે અમદાવાદ, વડોદરા, ખેડા અને છોટા ઉદયપુરમાં અને 28મીએ જામનગર, કચ્છ, પાટણ, દ્વરકા તથા મોરબીમાં ભારે વરસાદ પડી શકે છે.”

એજન્સી દ્વારા મધ્યપૂર્વ, દક્ષિણ તથા ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે.

જોકે, દરિયામાં વરસાદનું જોખમ ન હોવાને કારણે માછીમારોને દરિયો ખેડવા સંબંધે કોઈ સૂચના આપવામાં આવી નથી.

માછીમારોને દરિયો ખેડવા સંદર્ભે કોઈ સૂચના નથી અપાઈ

આઈએમડીના કહેવા પ્રમાણે, પૂર્વ રાજસ્થાન, પશ્ચિમ મધ્ય પ્રદેશ તથા અંદમાન – નિકોબારમાં દિવસ દરમિયાન વરસાદ પડશે.

ઑલ ઇંડિયા વેધર બુલેટિનમાં ચેતવણી આપવામાં આવી છે કે ‘ઉત્તરાખંડ, સૌરાષ્ટ્ર, કચ્છ, કોંકણ, ગોવા તથા કર્ણાટકના તટીય વિસ્તારમાં દિવસ દરમિયાન ભારે વરસાદ પડશે.

દક્ષિણ પશ્ચિમ અરબી સમુદ્રમાં 40-55 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here