Saturday, October 16, 2021
Homeભાવનગર : ભારે પવન સાથે ધોધમાર વરસાદ, વીજ ટ્રાન્સફોર્મરમાં ધડાકા, અનેક જગ્યાાએ...
Array

ભાવનગર : ભારે પવન સાથે ધોધમાર વરસાદ, વીજ ટ્રાન્સફોર્મરમાં ધડાકા, અનેક જગ્યાાએ વૃક્ષો ધરાશાયી

  • વરસાદ પડતાની સાથે જ PGVCLની પ્રિ-મોન્સૂનની કામગીરીની પોલ ખુલી ગઈ
  • ઘોઘા સર્કલ પાસે રીક્ષા અને વાન પર વૃક્ષ ધરાશાયી થયું, બિલ્ડિંગના કાચ રસ્તા પર પડ્યા
  • સંભવિત વાવાઝોડાને પગલે માછીમારોને દરિયો ન ખેડવા તંત્રની સુચના
  • સંભિવત વાવાઝોડાની અસર સૌરાષ્ટ્રમાં, બીજા દિવસે પણ વરસાદ

રાજકોટ. અરબી સમુદ્રમાં ડીપ્રેશન સર્જાયું છે. આ ડીપ્રેશન વાવાઝોડામાં પરિવર્તિત થવાની શક્યતા છે. જેની અસર સૌરાષ્ટ્ર પર થવા લાગી છે. ભાવનગરમાં આજે સવારથી કાળા ડીબાંગ વાદળોથી ઘેરાયું હતું. અચાનક વાતાવરણમાં પલ્ટો આવતા ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. આથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. આ સાથે જ બાર્ટન લાઈબ્રેરી નજીક ટ્રાન્સફોર્મરમાં ધડાકા થતાં લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. વરસાદ પડતાની સાથે જ PGVCLની પ્રિ-મોન્સૂનની કામગીરીની પોલ ખુલી ગઈ છે. ભારે વરસાદના પગલે શહેરમાં વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો હતો.  ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયા હતા. મહત્વનું છે કે વાવાઝોડાની અસરને લઈને વહેલી સવારથી જ વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો. બીજી તરફ ખેડૂતોના ઉનાળા પાકને નુકસાન પહોંચતા ચિંતામાં મુકાયા છે.

ભારે પવનના કારણે રીક્ષા અને વાન પર વૃક્ષ ધરાશાયી થયું

ભારે પવનના કારણે ઘોઘા સર્કલ વિસ્તારમાં માર્ગ પર એક મારૂતિ વાન અને રીક્ષા પસાર થઈ રહી હતી. ત્યારે અચાનક વૃક્ષ ધરાશાયી થયું હતું. જેથી આસપાસનાં લોકો દોડી આવ્યા હતા. રીક્ષા અને વાનમાં બેઠેલા તમામ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. જો કે સમગ્ર ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.વાવાઝોડાની અસર હેઠળ ભાવનગર યુનિવર્સિટીના મુખ્ય બિલ્ડીંગની અગાશી પર લાગેલી સોલાર પેનલો પતાની માફક ઉડીને જમીન પરપડી હતી. વરસાદના કારણે નીચે કોઈ નહીં હોવાથી દુર્ઘટના સર્જાઈ ન હતી.ભાવનગર શહેરના અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયા હોવાના અહેવાલો મળી રહ્યા છે ફાયર બ્રિગેડની ટીમ રસ્તાઓ પરથી પડી ગયેલા વૃક્ષનો હટાવી રસ્તાઓને પુન: શરૂ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. ભારે પવનને કારણે બિલ્ડીંગમાં લગાવેલા એલીવેશન તૂટી પડતા કાચ રસ્તા પર પડ્યા હતા. જો કે, નીચે કોઇ ન હોવાથી કોઇ જાનહાનિ સર્જાઇ નથી.

સંભવિત વાવાઝોડાને લઇ સૌરાષ્ટ્રનો દરિયો શાંત

અરબી સમુદ્રમાં સર્જાયેલું ડીપ્રેશન વાવાઝોડામાં પરિવર્તિત થવાની સંભાવના છે. આથી સૌરાષ્ટ્રના દરિયાકાંઠે તમામ બંદરો પર એક નંબરનું સિગ્નલ 30 મેના રોજ લગાવી દેવામાં આવ્યું હતું. જે ત્રીજા દિવસે પણ યથાવત છે. ભાવનગર, જાફરાબાદ, પોરબંદર, દ્રારકા, મોરબી પર એક નંબરનું સિગ્નલ યથાવત છે. હાલ દરિયાકાંઠે વાવાઝોડાની કોઇ અસર જોવા મળી રહી નથી. દરિયો પણ શાંત છે. સંભવિત વાવાઝોડાની અસર ભાવનગરમાં થઇ હોય તેમ સવારે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે પવનને કારણે શહેરની અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા હતા.

રાજકોટ કલેક્ટરે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી

સંભવિત વાવાઝોડાને લઇને રાજકોટ કલેક્ટર રેમ્યા મોહને અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આજે ઉચ્ચ અધિકારીઓની બેઠક મળી હતી. જેમાં કલેક્ટરે જણાવ્યું હતું કે, મામલતદાર સહિતના અધિકારીઓને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાં અધિકારીઓને એલર્ટ કરવામાં આવ્યા છે.

સંભવિત વાવાઝોડાને પગલે માછીમારોને દરિયો ન ખેડવા તંત્રની સુચના 

હાલ સંભવિત વાવાઝોડાનાં પગલે દરિયામાં મોટા મોજાઓ ઉછળતા માછીમારોને પોતાની બોટ લઈને દરિયામાં જવું હિતાવહ નથી. તેથી જ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી રહી છે. આ સમયે જાફરાબાદના મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકે તમામ માછીમારોને અપીલ કરતા જણાવ્યું છે કે, આગામી દિવસોમાં સંભવિત સાયક્લોનની પરિસ્થિતિમાં ફિશરીઝ કમિશનર તેમજ કલેક્ટરની સુચના મુજબ કોઈ પણ બિન્યાંત્રિક બોટ, હલેસા વાળી બોટ કે પગડીયા માછીમારી કરતા માછીમારો ખાડીમાં કે દરિયા કિનારાના વિસ્તારમાં હોવાથી માછીમારી કરવા ન જાય.વાવાઝોડાની અગાહીને ધ્યાને રાખીને આપવામાં આવેલી સૂચનનો કડક અમલ કરવા પણ જણાવવામાં આવ્યું છે. પરંતુ તેમ છતાં જો કોઈ વ્યક્તિ દરિયામાં માછીમારી કરતા જણાય આવશે તો તેના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તેમજ તમામ બોટ માલિકોએ તેમની બોટ સલામત જગ્યાએ લાંગરવા તેમજ નુકસાન ન થાય તે રીતે રાખવા સૂચના આપવામાં આવે છે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments