ગાંધીનગર-અમદાવાદના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ, ઠેર ઠેર પાણી ભરાયા, વાતાવરણમાં ઠંડક પ્રસરી

0
10

અમદાવાદ. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની સાથે સાથે આજે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. બપોર સુધી ભારે ઉકળાટ રહ્યાં બાદ 3 વાગ્યા આસપાસ વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો અને ગાજવીજ સાથે ભારે વરસાદ તૂટી પડ્યો હતો. જેને કારણે શહેરીજનોને પણ બફારામાંથી રાહત મળી હતી. તેમજ અખબાર નગર અંન્ડરપાસ સહિત ઠેર ઠેર પાણી ભરાયા હતા. તેમજ અમદાવાદની વિઝિબિલિટીમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો.

બોપલ-નારણપુરા સહિત અનેક વિસ્તારોમાં વરસાદ

શહેરના જુહાપુરા, ઘાટલોડિયા, નારણપુરા, વેજલપુર,  બોપલ, વટવા, જશોદાનગર, આશ્રમ રોડ, એસ.જી.હાઈવે અને મણિનગર સહિતના અનેક વિસ્તારોમાં મન મુકીને મેહુલો વરસ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here