રાજ્યમાં આજે પણ અતિભારે વરસાદની સ્થિતિ, રાજકોટના ગોંડલમાં 4 કલાકમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો

0
6

છેલ્લા બે દિવસથી રાજ્યમાં ભારે વરસાદ છે. આજે સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળતી માહિતી મુજબ રાજ્યના 161 તાલુકામાં મેઘરાજાની પધરામણી થઈ છે. રાજ્યમાં આજે પણ અતિભારે વરસાદની સ્થિતિ છે. રાજકોટના ગોંડલમાં સૌથી વધુ 4 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે પાટણના સિધ્ધપુર, મોરબીના ટંકારા અને મોરબી સુરેન્દ્રનગરના થાનગઢ, મૂળી અને દસાડા તથા કચ્છના ભુજમાં 3 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે કચ્છના રાપર અને નખત્રાણા, પાટણના સમી, સાંતલપુર અને રાધનપુર, સુરેન્દ્રનગરના સાયલા, વઢવાણ અને ચુડા, રાજકોટના ધોરાજી, અમરેલીના વાડીયા સુરતના ઉમરપાડામાં 2-2 ઈંચ વરસાદ નોઁધાયો છે.ગઈકાલે રાજ્યમાં સૌથી વધુ વરસાદ જામનગરના જોડીયામાં સાડા તેર ઈંચ વરસાદ નોંધાયો હતો.

કડીમાં રોડ પર પાણી ભરાતા ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા
(કડીમાં રોડ પર પાણી ભરાતા ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા)

 

આજે સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધી નોંધાયેલા વરસાદના આંકડા

જિલ્લો તાલુકો વરસાદ (મિમિમાં)
રાજકોટ ગોંડલ 91
પાટણ સિધ્ધપુર 80
મોરબી ટંકારા 79
સુરેન્દ્રનગર થાનગઢ 78
સુરેન્દ્રનગર દસાડા 77
મોરબી મોરબી 76
સુરેન્દ્રનગર મૂળી 75
કચ્છ ભુજ 68
કચ્છ રાપર 66
પાટણ સમી 66
સુરેન્દ્રનગર સાયલા 64
મોરબી વાંકાનેર 63
પાટણ રાધનપુર 62
કચ્છ નખત્રાણા 57
રાજકોટ ધોરાજી 55
સુરેન્દ્રનગર વઢવાણ 55
અમરેલી વાડીયા 52
કચ્છ ગાંધીધામ 52
પાટણ સાંતલપુર 50
સુરેન્દ્રનગર ચોટીલા 50
સુરેન્દ્રનગર ચુડા 47
સુરત ઉમરપાડા 46
રાજકોટ લોધિકા 45
જામનગર જામનગર 42
રાજકોટ રાજકોટ 41
સુરેન્દ્રનગર લખતર 41

 

પાટણમાં કેડસમા પાણી ભરાયા હતા
(પાટણમાં કેડસમા પાણી ભરાયા હતા)

 

રાજ્યના 60 તાલુકામાં 4 ઈંચથી વધુ વરસાદ

ગઈકાલે રાજ્યના 251 તાલુકા પર મેઘરાજા ઓળધોળ થઈને વરસી પડ્યા હતા. રાજ્યમાં 60 જેટલા તાલુકામાં 4 ઈંચથી વધારે વરસાદ નોઁધાયો હતો. જેમાં રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરમાંથી મળતી વિગત અનુસાર રાજ્યનો સૌથી વધુ સાડા તેર ઈંચ વરસાદ જામનગરના જોડીયા અને 13 ઈંચ વરસાદ મહેસાણાના કડીમાં નોંધાયો હતો. આ સિવાય મોરબીના ટંકારામાં 11 ઈંચ, સુરતના ઉમરપાડામાં 10 ઈંચ, મોરબીમાં 10 ઈંચ, મહેસાણાના બેચરાજીમાં 9 ઈંચ, પાટણના સરસ્વતી, કચ્છના અંજાર અને મહેસાણાના જોટાણામાં 8 ઈંચ, સુરેન્દ્રનગરના મૂળી, મોરબીના વાંકાનેર, મહેસાણા, કચ્છના ભચાઉ અને સુરેન્દ્રનગરના થાનગઢમાં 7-7 ઈંચ વરસાદ નોઁધાયો હતો. પાટણના રાધનપુર, હારીજ, સિધ્ધપુર અને પાટણ, સુરેન્દ્રનગરના લખતર અને વઢવાણ, મોરબીના હળવદ, ગીર સોમનાથના ગીર ગઢડા, જૂનાગઢના વિસાવદર અને સાબરકાંઠાના વિજયનગરમાં 6-6 ઈંચ વરસાદ નોઁધાયો હતો.

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદથી નદીનાળા છલકાયા
(સૌરાષ્ટ્રમાં ભારે વરસાદથી નદીનાળા છલકાયા)

 

ગઈકાલે રાજ્યમાં નોઁધાયેલા 6 ઈંચથી વધુ વરસાદના આંકડા

જિલ્લો તાલુકો વરસાદ (મિમિમાં)
જામનગર જોડિયા 338
મહેસાણા કડી 328
મોરબી ટંકારા 270
સુરત ઉમરપાડા 256
મોરબી મોરબી 249
મહેસાણા બેચરાજી 224
પાટણ સરસ્વતી 209
કચ્છ અંજાર 199
મહેસાણા જોટાણા 191
સુરેન્દ્રનગર મૂળી 177
મોરબી વાંકાનેર 177
મહેસાણા મહેસાણા 175
કચ્છ ભચાઉ 173
સુરેન્દ્રનગર થાનગઢ 167
પાટણ રાધનપુર 162
સુરેન્દ્રનગર લખતર 162
સુરત સુરત શહેર 162
સુરેન્દ્રનગર વઢવાણ 160
મોરબી હળવદ 157
પાટણ હારીજ 156
પાટણ પાટણ 152
ગીર સોમનાથ ગીર ગઢડા 150
પાટણ સિધ્ધપુર 149
જૂનાગઢ વિસાવદર 149
સાબરકાંઠા વિજયનગર 148

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here