ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ, પાલનપુર-આબુ રોડ પર એક સાઈડનો નેશનલ હાઈવે બંધ, નદીઓમાં પૂર

0
38
 • 24 કલાકમાં પોશીના અને સતલાસણામાં 6 ઈંચ વરસાદ
 • હારીજ, ખેડબ્રહ્મા, દાંતા અને સિદ્ધપુરમાં 4થી 5 ઈંચ વરસાદ
 • અંબાજીમાં પહાડોની ભેખડો ઘસી પડતા મુખ્ય હાઈવે પર વાહનચાલકોને હાલાકી
 • પાલનપુર આબુ રોડ પર એક સાઈડનો નેશનલ હાઈવે બંધ કરાયો, રાજસ્થાનથી ગુજરાતમાં આવતા વાહનચાલકોને મુશ્કેલી
 • પાલનપુર/ મહેસાણા: 24 કલાક દરમિયાન ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. ત્યારે ઉત્તર ગુજરાતમાં અરવલ્લી, પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં ધોધમાર વરસાદ પડ્યો છે. પોશીનામાં અને સતલાસણામાં 6 ઈંચ વરસાદ ખાબક્યો છે. એકદરે ઉત્તર ગુજરાતમાં બંગાળના દરિયામાં લો પ્રેસર બન્યું હતું તે આગળ વધી રહ્યું છે. જેને પગલે આજે ભારેથી અતિભારે વરસાદ સંભાવના છે.

 • ઉત્તર અને મધ્ય ગુજરાત, કચ્છ સૌરાષ્ટ્રમાં વરસાદ
  આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, અરવલ્લી, સાબરકાંઠા, મહીસાગર, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદ પડશે. રાજ્યમાં ફરી એક વાર વરસાદી સિસ્ટમ સક્રિય થતા ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.
  બનાસકાંઠામાં રાજસ્થાનનો વાહનવ્યવહાર પ્રભાવિત
  બારે વરસાદને પગલે પાલનપુર આબુરોડ હાઈવે પર પાણી ભરાયા હતા. ઢીંચણ સમા પાણી ભરાવાના પગલે એક તરફનો માર્ગ બંધ કરી દેવાયો હતો. જેને પગલે રાજસ્થાનથી ગુજરાત આવતો વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો.
  છેલ્લા ચોવીસ કલાકમાં સવારે 6 વાગ્યા સુધીનો વરસાદ
  પોશીના 155 મીમી (6 ઈંચ)
  સતલાસણા 146 મીમી (5.84 ઈંચ)
  હારીજ 125 મીમી (5 ઈંચ)
  ખેડબ્રહ્મા 110 મીમી (4.4 ઈંચ)
  દાંતા 108 મીમી (4.32 ઈંચ)
  સિધ્ધપુર 101 મીમી (4.04 ઈંચ )
  અમીરગઢ 89 મીમી (3.56 ઈંચ)
  ઊંઝા 86 મીમી (3.44 ઈંચ)
  મોડાસા 82 મીમી (3.28 ઈંચ)
  ભિલોડા 80 મીમી (3.2 ઈંચ)
  પાલનપુર 78 મીમી (3.12 ઈંચ)
  ઈડર 73 મીમી (2.92 ઈંચ)
  વડગામ 69 મીમી (2.76 ઈંચ)
  વિજયનગર 69 મીમી (2.76 ઈંચ)
  માલપુર 65 મીમી (2.6 ઈંચ)
  હિંમતનગર 63 મીમી (2.52 ઈંચ)
  મેઘરજ 63 મીમી (2.52 ઈંચ)
  ડીસા 62 મીમી (2.48 ઈંચ)
  દાંતીવાડા 60 મીમી (2.4 ઈંચ)
  ડીસા 60 મીમી (2.4 ઈંચ)
  વડાલી 54 મીમી (2.16 ઈંચ)
  સમી 51 મીમી (2.04 ઈંચ )
  પાટણ 50 મીમી (2 ઈંચ)
  લાખણી 50 મીમી (2 ઈંચ)
  ખેરાલુ 50 મીમી (2 ઈંચ)
  ધાનેરા 46 મીમી (1.84 ઈંચ)
  સરસ્વતી 40 મીમી (1.6 ઈંચ)
  ચાણસ્મા 38 મીમી (1.52 ઈંચ)
  વિસનગર 38 મીમી (1.52 ઈંચ)
  વાવ 36 મીમી (1.44 ઈંચ)
  વિજાપુર 36 મીમી (1.44 ઈંચ)
  દિયોદર 34 મીમી (1.36 ઈંચ)
  મહેસાણા 27 મીમી (1.08 ઈંચ)
  તલોદ 25 મીમી (1 ઈંચ)
  થરાદ 24 મીમી
  બાયડ 23 મીમી
  કાંકરેજ 22 મીમી
  ભાભર 20 મીમી
  ધનસુરા 19 મીમી
  પ્રાંતિજ 18 મીમી
  માણસા 17 મીમી
  દહેગામ 14મીમી
  જોટાણા 13 મીમી
  શંખેશ્વર 8 મીમી
  સુઈગામ 7 મીમી
  કલોલ 7 મીમી
  સાંતલપુર 6 મીમી
  બેચરાજી 5 મીમી
  કડી 5 મીમી
  ગાંધીનગર 5 મીમી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here