Tuesday, January 31, 2023
Homeગુજરાતસુરેન્દ્રનગરમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબક્યો

સુરેન્દ્રનગરમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબક્યો

- Advertisement -

સુરેન્દ્રનગર શહેરમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. અસહ્ય બફારા અને કાળઝાળ ગરમી બાદ શહેરમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના કારણે ઠેર-ઠેર પાણી ભરાતા લોકો અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સુરેન્દ્રનગર ઉપરાંત હળવદ અને ધ્રાગંધામાં પણ વરસાદ વરસી રહ્યો છે.

સુરેન્દ્રનગર શહેરમાં આજે પવનના સૂસવાટા સાથે વરસાદનું આગમન થયું હતું. જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જામતા ખેડૂતોમાં ખુશીની લહેર દોડી ગઈ હતી. અસહ્ય બફારા અને કાળઝાળ ગરમી બાદ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેથી લોકોને ગરમીમાંથી રાહત થઈ હતી.

આ વરસાદના પગલે સુરેન્દ્રનગરના કેટલાંક નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા. જેથી સ્થાનિક લોકોને ભારે હલાકીનો સામનો પણ કરવો પડ્યો હતો. સુરેન્દ્રનગરમાં ખાબકેલા વરસાદના પગલે પાણી ભરાતા વાહનચાલકો પરેશાન થયા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular