Friday, October 22, 2021
Homeહવામાન વિભાગ : આગામી 6થી 8 જુલાઈ સુધી અમદાવાદ સહિત રાજ્યના અનેક...
Array

હવામાન વિભાગ : આગામી 6થી 8 જુલાઈ સુધી અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોમાં ભારે વરસાદની આગાહી

અમદાવાદ. ગુજરાતનાં સૌરાષ્ટ્ર અને દક્ષિણનાં કેટલાંક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. પરંતુ અમદાવાદ કોરુંધાકોર હોવાથી ગરમી અને બફારાનું પ્રમાણ વધતાં લોકો વરસાદની આતુરતાથી રાહ જોઇ રહ્યાં છે. ત્યારે આગામી 5 જુલાઇએ છત્તીસગઢની આસપાસ સક્રિય થનારા મજબૂત લો-પ્રેશરની અસરોથી 6થી 8 જુલાઈ દરમિયાન અમદાવાદ સહિત સમગ્ર મધ્ય અને પશ્ચિમ ભારતમાં વરસાદનો જોરદાર રાઉન્ડ આવવાની વકી હવામાન વિશેષજ્ઞે કરી છે.

અમદાવાદ અને ભોપાલ હવામાન વિભાગના પૂર્વ ડાયરેક્ટર ડો.ડી.બી. દુબે જણાવે છે કે, અમદાવાદમાં વરસાદ માટે લોકોએ હજુ ચારથી પાંચ દિવસ રાહ જોવી પડશે. હાલમાં સમગ્ર દેશમાં વરસાદ ખેંચી લાવે તેવી કોઇ સિસ્ટમ સક્રિય ન હોવાથી અમદાવાદમાં વરસાદ પડતો ન હોવાથી ચોમાસું જામ્યું નથી. હાલમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અરબી સમુદ્રમાં રહેલાં ભેજને લીધે વરસાદ પડી રહ્યો છે.

મોન્સૂન સિસ્ટમ હજુ એક્ટિવ થઈ નથી

દેશનાં પશ્ચિમ વિભાગમાં અરબી સમુદ્રમાં વરસાદ લાવે તેવી કોઇ એક્ટિવિટી થઇ રહી નથી. અરબી સમુદ્રમાં થોડો ભેજ છે, ગુજરાતનાં દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. તેમજ દેશનાં ઉત્તર ભાગમાં લો-પ્રેશર બન્યું હતું, તે છત્તીસગઢથી મધ્યપ્રદેશ અને મધ્યપ્રદેશથી ઉત્તરપ્રદેશ તરફ આગળ વધ્યું છે. વરસાદ માટે લો-પ્રેશર અને અપરએર સાઈક્લોનિક સરક્યુલેશન જેવી સિસ્ટમ જરૂરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments