Friday, August 6, 2021
Home૨૩મી થી ભારે વરસાદ ની આગાહી, બોડેલીમાં વરસાદથી જાહેર રસ્તાઓ પર પાણી...
Array

૨૩મી થી ભારે વરસાદ ની આગાહી, બોડેલીમાં વરસાદથી જાહેર રસ્તાઓ પર પાણી ફરી વળ્યા

રાજ્યમાં વિરામ બાદ છેલ્લાં બે દિવસથી વરસાદનો રાઉન્ડ શરૂ થયો છે, ત્યારે આગામી 23મી જુલાઇથી રાજ્યમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. સુરત, નવસારી, વલસાડ અને ડાંગમાં ભારે વરસાદની શક્યતા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સીઝનનો કુલ 204.94 મિમિ. એટલે સરેરાશ 24.64 ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યમાં અત્યારસુધીમાં 57.20 લાખ હેક્ટર વિસ્તારમાં ખરીફ પાકનું વાવેતર થયું છે. ગત વર્ષે પણ આટલું જ વાવેતર થયું હતું. જે સરેરાશ 66.87 ટકા જેટલું થવા જાય છે. બીજી બાજુ મંગળવારે 21 જિલ્લાના 69 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં વડોદરામાં 2 કલાકમાં 2 અને બોડેલીમાં અઢી ઇંચ વરસાદ નોંધાયો છે.

નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયાં
બોડેલીમાં અઢી ઇંચ વરસાદથી જાહેર રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. સાથે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં જતાં વાહનો અટકાયા હતાં.

206 જળાશયમાં 37 ટકા પાણીનો સંગ્રહ
વરસાદને કારણે જળાશયોમાં પાણીની આવક થઇ છે. સરદાર સરોવર ડેમમાં 1.49 લાખ એમસીએફટી પાણીનો સંગ્રહ થયો છે, જે 44.68 ટકા જેટલો છે. રાજ્યના 206 જળાશયોમાં 2.06 લાખ એમસીએફટી પાણીનો સંગ્રહ થયો છે, જે કુલ ક્ષમતાના 37 ટકા જેટલો થવા જાય છે. હાલ રાજ્યમાં કુલ 3 ડેમ હાઇ એલર્ટ પર છે, 6 એલર્ટ, 6 વોર્નિંગ પર છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments