મહારાષ્ટ્રમાં રેડ એલર્ટ : મુંબઈમાં 48 કલાકમાં ભારે વરસાદની આગાહી : 5 મીટર ઉંચા મોજા ઉછળી શકે છે.

0
3

મુંબઈ. હવામાન વિભાગે મુંબઈ અને આસપાસના વિસ્તારમાં 48 કલાકમાં ભારે વરસાદની આગાહી કરી છે. શનિવારે આ વિસ્તારમાં રેડ એલર્ટ બહાર પાડ્યું છે. શુક્રવારે આખો દિવસ મુંબઈ સહિત ઘણા વિસ્તારમાં ભારે વરસાદ થયો હતો. રત્નાગિરી અને રાયગઢના અમુક વિસ્તારમાં પાણી ભરાયું હતું. 5 મીટર ઉંચા મોજા ઉછળી શકે છે. BMCએ દરિયા કિનારે ન જવાનું કહ્યું છે.

મુંબઈ સહિત મહારાષ્ટ્રના ઘણા વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો છે. મુંબઈમાં મરીન ડ્રાઈવમાં દરિયામાં ભરતીના કારણે ઊંચા મોજા ઉછળી રહ્યા છે. હવામાન વિભાગે મુંબઈમાં પણ  ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. BMCએ લોકોને સમુદ્ર કિનારે ન જવાની સલાહ આપી છે. નવી અને NDRFને એલર્ટ કરાયું છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here