રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન અનુસાર, આગામી 5 દિવસ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં સામાન્ય વરસાદ પડી શકે છે. જ્યારે 29 તેમજ 30 જૂનના રોજ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગાહી અનુસાર, આગામી 29 જૂને નવસારી, ભાવનગર, વલસાડ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડે તેવી શક્યતા છે. જ્યારે પંચમહાલ, રાજકોટ, દ્વારકા, તેમજ આણંદ સહિતમાં સામાન્ય વરસાદ પડી શકે છે.
30 જૂનના રોજ અમદાવાદ, આણંદ, મહીસાગર સહિતમાં સામાન્ય વરસાદની આગાહી છે. આજે પણ અમદાવાદના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડી શકે છે. ગઈકાલથી છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 7 શહેરોમાં મેઘમહેર થઈ રહી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં. 24 કલાકમાં તાપી જિલ્લામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. ત્યારબાદ સોનગઢ, વ્યારા, ઉચ્છલ સહિતના વિસ્તારોમાં પણ સારો વરસાદ પડ્યો છે.