રાજ્યભરમાં વરસાદી માહોલ છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં સાંબેલાધારે વરસાદ વરસી રહ્યો છે. જ્યારે ગુજરાતમાં ફરીથી સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં આગામી ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે.
ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી:
રાજ્યમાં ચોમાસાનું આગમન થયુ છે. ત્યારે રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં કાલ સવારથી વરસાદ વરસી રહ્યો છે, જ્યારે આજે ભારે વરસાદ થઈ શકે છે. જેમાં સુરત, નવસારી અને વલસાડમાં ભારે વરસાદ થઈ શકે છે.
તો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છમાં સામાન્ય વરસાદ રહેશે. જ્યારે સૌરાષ્ટ્રના દરિયાઈ જિલ્લાઓમાં પણ વરસાદની શક્યતા સેવાઈ રહી છે. જેને લઈને દ્વારકા, જૂનાગઢ અને પોરબંદરમાં વરસાદી માહોલ જોવા મળશે. આમ, રાજ્યભરમાં આગામી 4 દિવસ સુધી વરસાદી માહોલ યથાવત રહેવાની આગાહી કરવામાં આવી છે