ગીરસોમનાથમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ, તાલાલા માર્કેટ યાર્ડમાં કેરીના 15 હજાર બોક્સ પલળ્યા

0
0

ઉના. નિસર્ગ વાવાઝોડાને લઇને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં હવામાન વિભાગે મધ્યમ વરસાદની આગાહી કરી હતી. જેને લઇને આજે બપોર બાદ ગીરસોમાનાથ જિલ્લામાં વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. ગીરસોમનાથ જિલ્લાના ગીરગઢડા, કોડીનાર, તાલાલ પંથકમાં સતત બીજા દિવસે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગીરગઢડાના વેળાકોટ, કોડીનારના અલીદર અને તાલાલાના ઘુસીયાગીર ગામમાં વરસાદ પડતા રસ્તાઓ પર પાણી ભરાયા હતા. વરસાદને કારણે કેરીના પાકને મોટુ નુકસાન પહોંચ્યું છે. પવનને કારણે આંબા પરથી કેરીઓ ખરી પડતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. તાલાલ માર્કેટ યાર્ડમાં પાણી ઘૂસતા આજે કેરીના 15 હજાર બોક્સ પલળ્યા હતા. મજૂરો દ્વારા તાલપત્રી અને પ્લાસ્ટિક ઢાંકી દેવામાં આવ્યું હતું. તેમ છતાં બોક્સ પલળ્યા હતા. સોમનાથમાં પણ ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. આજે સોમનાથનો દરિયો શાંત જોવા મળી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here