મહારાષ્ટ્રમાં વરસાદને લઇને કરવામાં આવેલી આગાહી મુજબ વરસાદની એન્ટ્રી થઇ ગઇ છે. મુંબઇ અને થાણેના વિવિધ વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં સામાન્યથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.ત્યારે વરસાદનું આગમન થતા મુંબઇવાસીઓએ રાહતનો શ્વાસ લીધો છે.હવામાન વિભાગે જણાવ્યું હતું કે આગામી ત્રણથી ચાર દિવસમાં મુંબઈ, થાણે અને રાયગઢના વિવિધ સ્થળોએ 62-87 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વીજળી અને ભારે વરસાદની સંભાવના છે.
મુંબઇના એક હવામાન અંગે આગાહી કરનારના જણાવ્યા મુજબ બપોરે 12:30 થી 1:30 સુધીમાં થાણેમાં 1 કલાકમાં 50 મીમીનો વરસાદ પડ્યો હતો. જ્યારે ડોમ્બિવલી માત્ર 15 મિનિટમાં 25 મી.મી વરસાદ વરસ્યો. મુંબઇના હવામાન વિભાગના જાણકારના જણાવ્યાનુસાર હવે કલ્યાણ, ઉલ્હાસનગર, બદલાપુરમાં સૌથી વધારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે.