Tuesday, December 7, 2021
Homeમુંબઈ માં ધોધમાર વરસાદ : શહેર અને તેની આસપાસના વિસ્તારો જળબંબાકાર
Array

મુંબઈ માં ધોધમાર વરસાદ : શહેર અને તેની આસપાસના વિસ્તારો જળબંબાકાર

બુધવારે ધોધમાર વરસાદને કારણે મુંબઈ શહેર અને તેની આસપાસના વિસ્તારો જળબંબાકાર બન્યા હતા. ત્યારે ગુરુવાર અને શુક્રવાર એમ બે દિવસ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે. હવામાન વિભાગના મુંબઈ સેન્ટર દ્વારા મુંબઇમાં રેડ એલર્ટ અને દરિયાકિનારાના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ભારે વરસાદને પગલે મુંબઈના નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર બન્યા હતા.

સાન્તાક્રૂઝમાં ૮૬ મી.મી., કોલાબામાં ૫૦ મી.મી., થાણેમાં ૬૭ મી.મી. વરસાદ નોંધાયો હતો. છેલ્લા ૨૪ કલાકમાં મુંબઈમાં કુલ ૧૬૦ મી.મી. વરસાદ પડયો છે. કોલાબામાં ૨૫ મી.મી., પાલઘરમાં ૧૨૪ જ્યારે સમગ્ર મહારાષ્ટ્રમાં ૬ થી ૧૮૪ મી.મી. વરસાદ પડયો હતો. ૧ થી ૧૪ જૂલાઈ સુધી મુંબઈમાં ૮૧૨.૫ મી.મી. વરસાદ પડયો હતો, જે જુલાઈનો સરેરાશ ૯૬.૬ ટકા વરસાદ છે. હિંદમાતા, સાયોન, ગાંધી માર્કેટ, દાદર ટીટી, શક્કર પંચાયત ચોક, ધારાવી, વડાલા, પરેલ, ચેમ્બૂર અને કુર્લા, અંધેરી સબવેમાં કેડ કેડ સમા પાણી ભરાયાં હતાં. જુલાઈના ૧૪ દિવસમાં મુંબઈમાં ૧૦૦ ટકા વરસાદ પડી ગયો છે.

આગામી ૪૮ કલાક મુંબઈ અને તેની આજુબાજુના વિસ્તારો માટે ભારે છે. હવામાન વિભાગે મુંબઈ, થાણે માટે રેડ એલર્ટ જારી કરીને અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આઈએમડીના ડેપ્યુટી ડીજી કેએસ હોસાલિકરે ટ્વિટ કરીને જણાવ્યું કે આઈએમડીએ અતિ ભારે વરસાદની આગાહી કરી છે. ગુરુવાર અને શુક્રવારે પણ આ જ ટ્રેન્ડ ચાલુ રહેવાની સંભાવના છે.હવામાન વિભાગે ૧૬ જુલાઈએ ભારે વરસાદ અને હાઈ ટાઈડની ચેતવણી જારી કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments