અમરેલી : નવા ગીરિયા અને નાના માચિયાળામાં ધોધમાર વરસાદ, રસ્તાઓ પર પાણી ફરી વળ્યું

0
9

અમરેલી જિલ્લાના નવા ગીરિયા અને નાના માચિયાળામાં બપોર બાદ ધોધમાર વરસાદ પડતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યું છે. ગરમીમાં ભારે બફારા બાદ ધોધમાર વરસાદ પડતાં લોકોને ગરમીમાં ઠંડકનો અહેસાસ થયો છે. ભારે પવન સાથે વરસાદ પડતા વાહનચાલકો પણ વાહનને રોડ પર સાઈડમાં રાખીને ઉભા રહી ગયા હતા. જ્યારે બીજી તરફ અમરેલી જિલ્લામાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે. જેથી છુટો છવાયો વરસાદ પડે તેવુ વાતાવરણ જોવા મળી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here