ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદ, બપોરના 4 વાગ્યા સુધીમાં કડીમાં સૌથી વધુ 11 ઇંચ, બહુચરાજીમાં 8.8 ઇંચ ખાબક્યો

0
17

15 જૂનથી ચોમાસું બેઠા બાદ ઉત્તર ગુજરાતમાં જોઇએ તેવો વરસાદ શરૂઆતમાં પડ્યો ન હતો, અત્યાર સુધી વરસાદની ખેંચ ભોગવી રહેલા ઓગસ્ટ મહિનામાં ખાસ કરીને 6 ઓગસ્ટથી ઉત્તર ગુજરાતમાં સારો એવો વરસાદ નોંધાયો છે. આજે વહેલી સવારથી ઉત્તર ગુજરાતમાં મધ્યમથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ઉત્તર ગુજરાતના 51 તાલુકામાં સવારના 6 વાગ્યાથી 4 વાગ્યા સુધી વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ મહેસાણાના કડીમાં 11.3 ઇંચ અને બહુચરાજીમાં 8.8 ઇંચ, પાટણના સરસ્વતીમાં 8.1 વરસાદ પડ્યો છે.

6 તાલુકામાં 4થી 7 ઇંચ કે તેથી વધુ વરસાદ નોંધાયો

ઉત્તર ગુજરાતના 15 તાલુકમાં 4 ઇંચથી 11.3 ઇંચ સુધી વરસાદ પડ્યો છે. જ્યારે 14 તાલુકામાં 2થી 4 ઇંચ સુધી, 111 તાલુકામાં 1થી 2 ઇંચ સુધી અને 11 તાલુકામાં 1 ઇંચથી ઓછો વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.

4 ઇંચથી 11 ઇંચ સુધીનો વરસાદ ધરાવતા તાલુકા

જિલ્લો તાલુકો વરસાદ ઇંચમાં
મહેસાણા કડી 11.3
મહેસાણા બહુચરાજી 8.8
પાટણ સરસ્વતી 8.1
મહેસાણા મહેસાણા 6.5
પાટણ રાધનપુર 6.2
પાટણ હારીજ 6
પાટણ પાટણ 5.5
સાબરકાંઠા વિજયનગર 5.5
પાટણ સિદ્ધપુર 5.4
મહેસાણા ઉંઝા 5
ગાંધીનગર માણસા 4.7
બનાસકાંઠા ભાભર 4.3
બનાસકાંઠા વડગામ 4.2
મહેસાણા વિજાપુર 4.1
અરવલ્લી મેઘરજ 4

 

દાંતા- અમીરગઢની નદીઓમાં જળસ્તર વધ્યું

બનાસકાંઠાના કલેક્ટરે ટ્વીટ કરીને જણાવ્યું છેકે, ગત 24 કલાકથી જિલ્લાના કેટલાક વિસ્તારોમા થઇ રહેલ ભારે વરસાદથી કેટલાક તાલુકાઓમા ખાસ કરીને દાંતા તેમજ અમીરગઢ તાલુકામાંથી પસાર થતી નદીઓમા જળસ્તર વધ્યું છે. જેથી તે વિસ્તારમાંથી પસાર થતી નદીઓના કિનારે આવેા પ્રવાસનધામનો પ્રવાસ હાલ પુરતો ટાળવા તમામ નાગરિકોને વિનંતી છે.

છેલ્લા 17 દિવસમાં 10 ઇંચ વરસાદ પડ્યો

ઉત્તર ગુજરાતમાં પ્રિ-મોન્સુન સાથે ચોમાસાના કુલ 83 દિવસ વિત્યા છે. 5 ઓગસ્ટ સુધીના 66 દિવસમાં સરેરાશ 9 ઇંચ વરસાદ મળ્યો હતો. જ્યારે 6 ઓગસ્ટથી અત્યાર સુધીના 17 દિવસમાં સરેરાશ 10 ઇંચ વરસાદ પડ્યો છે. એટલે કે, આ 17 દિવસમાં 119% વરસાદ વરસી ચૂક્યો છે. ચોમાસુ વધુ સક્રિય થવા પાછળનું કારણ એ છે કે, ઉત્તર ગુજરાતને વરસાદ આપતી બંગાળની ખાડીની લો-પ્રેશર સિસ્ટમ છેલ્લા 17 દિવસમાં બે વખત મળી છે. બીજી બાજુ ચોમાસું પૂરું થવાને હવે 24 દિવસ બાકી છે. ત્યારે પાટણ જિલ્લામાં સરેરાશ 4 ઇંચ, બનાસકાંઠામાં 8.25 ઇંચ, મહેસાણા અને સાબરકાંઠામાં 11-11 ઇંચ અને અરવલ્લી જિલ્લામાં 14.50 ઇંચ વરસાદની જરૂરિયાત છે.

17 દિવસમાં 119% વરસાદ

જિલ્લો 66 દિવસ 17 દિવસ વધારો
મહેસાણા 218 239 +109%
પાટણ 211 276 +131%
બનાસકાંઠા 160 255 +159%
સાબરકાંઠા 268 310 +116%
અરવલ્લી 259 247 +95%
સરેરાશ 223 266 +119%

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here