રાજકોટમાં બપોર બાદ ધોધમાર વરસાદ, લક્ષ્મીનગરના નાલામાં પાણી ભરાતા બંધ, ભાવનગરમાં બે માળનું મકાન ધરાશાયી

0
0

રાજકોટમાં આજે મંગળવારે રાજકોટમાં બપોર બાદ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. બપોરના 1 વાગ્યાથી શરૂ થયેલો વરસાદ અવિરત વરસી રહ્યો છે. આથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. શહેરના ગાયત્રીનગર મેઇન રોડ પર પાણી ભરાયા છે. ભારે વરસાદના કારણે મુખ્ય માર્ગો પર પાણી ભરાયા છે. તેમજ અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. ભારે વરસાદને કારણે લક્ષ્મીનગરનું નાલુ બંધ કરવામાં આવ્યું છે. લક્ષ્મીનગરના નાલામાં પાણી ભરાતા વાહનોની અવરજવર બંધ થઈ છે. ભાવનગરમાં પણ ભારે વરસાદથી બે માળનું મકાન ધરાશાયી થયું છે. રાજકોટમા ભક્તિનગર સર્કલ, માધાપર ચોકડી, યાજ્ઞિક રોડ, કાલાવડ રોડ, 150 ફૂટ રિંગ રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે.

રાજકોટમાં રસ્તાઓ પર પાણી ભરાયા
(રાજકોટમાં રસ્તાઓ પર પાણી ભરાયા)

 

ન્યારી1 ડેમના બે દરવાજા ખોલાયા

રાજકોટ ન્યારી 1 ડેમના વધુ બે દરવાજા ખોલવામાં આવ્યા છે. આથી કુલ પાંચ દરવાજા બે ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. અગાઉ ત્રણ દરવાજા એક ફૂટ સુધી ખોલવામાં આવ્યા હતા. આથી ડેમ હેઠળ આવતા વાજડી, ઇશ્વરીયા, ન્યારા અને ખંભાળા સહિતના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. રાજકોટ પંથકમાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. ન્યારી 1 ડેમનું પાણી રાજકોટને પીવા માટે આપવામાં આવે છે.

ન્યારી ડેમ 1ના વધુ ત્રણ દરવાજા ખોલાયા
(ન્યારી ડેમ 1ના વધુ ત્રણ દરવાજા ખોલાયા)

 

ભાવનગરમાં ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયા

ભાવનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થતાં ખેતીના પાકને નવજીવન મળ્યું છે. ભારે ઉકળાટ, ગરમી બાદ આજે બપોર બાદ ફરી ધોધમાર વરસાદ વરસ્યો હતો. આથી રસ્તાઓ પર પાણી ભરાયા હતા. તમામ તાલુકાઓમાં ખેતી માટે સારો વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીની લાગણી પ્રસરી છે. જે પાક પાણી વિના મૂરઝાય રહ્યો હતો તે પાકને વરસાદી પાણી મળવાથી તે ફરી ફૂલ્યોફાલ્યો છે. ભાવનગરમાં વરસાદના પગલે વડવાનેરામાં રાત્રીના સમયે બે માળનું મકાન ધરાશાયી થયું છે. સદનસીબે એ સમયે મકાનમાં કોઈ નહીં હોવાથી જાનહાનિ પહોંચી નથી. પરંતું મકાનનો કાટમાળ નીચે પાર્ક કરેલ સ્કૂટર પર પડતા તેને ભારે નુકશાન પહોંચ્યું હતું.

ભાવનગરમાં બે માળનું મકાન ધરાશાયી થયું
(ભાવનગરમાં બે માળનું મકાન ધરાશાયી થયું)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here