વડોદરામાં ધોધમાર વરસાદ : અલગ અલગ સ્થળોએ ત્રણ મકાનો ધરાશયી : એક વ્યક્તિ દબાયો

0
5

વડોદરાઃ છેલ્લા બે દિવસથી ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે, વડોદરામાં ધોધમાર વરસાદથી જર્જરિત મકાનો ધરાશાઈ થવાની ઘટના સામે આવી છે. રાત્રી દરમ્યાન ત્રણ જર્જરિત મકાનો ધરાશાયી થયા હતા. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હોવાના સમાચાર સામે આવ્યા છે.

ગઈ કાલે રાતે કાલુપુરાના નાકે, જ્યુબિલી બાગ અને ઘડિયાળી પોળમાં એક એક પણ મકાન ધરાશાયી થયા છે. જ્યુબિલી બાગ નજીક બારદાન ગલીમાં મકાન ધરાશાયી છે. 1 વ્યક્તિને કાટમાળમાંથી બહાર કાઢી સારવાર માટે દવાખાને ખસેડાયો છે. ઘડિયાળી પોળમાં બંધ જર્જરિત મકાન ધરાશયી કોઈને ઇજા થઇ નથી .