ભારે વરસાદથી મુંબઈ બેહાલ : 10 ફ્લાઇટ રદ, 48 કલાક રેડ એલર્ટ

0
22

દેશની આર્થિક રાજધાની મુંબઈના અનેક વિસ્તારોમાં શુક્રવાર રાતથી ભારે વરસાદ પડ્યો જેના કારણે અનેક રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. પાણી ભરાઈ જવાના કારણે ટ્રાફિકજામની સમસ્યા ઊભી થઈ છે અને લોકો હાલાકી ભોગવી રહ્યા છે.

મુંબઈમાં રાતથી પડી રહેલા ભારે વરસાદના કારણે મુંબઈ એરપોર્ટથી 10 ફ્લાઇટને રદ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત, મુંબઈના અંધેરી વિસ્તારમાં પાણી ભરાવાના કારણે અંધેરી સબવેને બંધ કરી દેવામાં આવ્યો છે.

હવામાન વિભાગ મુજબ, શનિવાર અને રવિવારે પણ ભારે વરસાદની શક્યતા છે. તેને લઈને મુંબઈ સહિત આસપાસના અનેક વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

બીજી તરફ, પાલઘરમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે અને મકાન પાણીમાં ડૂબી ગયા છે. ત્યારબાદ પાલઘરના કલેક્ટર કૈલાશ શિંદેએ આદેશ જાહેર કર્યો છે કે વિસ્તારમાં સતત પડી રહેલા વરસાદને જોતાં જિલ્લાની તમામ સ્કૂલ અને કોલેજ શનિવારે બંધ રહેશે.

થાણેમાં આજે તમામ સરકારી સ્કૂલ બંધ રહેશે. થાણે નગર નિગમે શહેરમાં સતત પડી રહેલા વરસાદને જોતાં આ આદેશ આપ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here