Sunday, February 16, 2025
HomeNATIONALNATIONAL : બેંગલુરુમાં ભારે વરસાદ, નબળું બાંધકામ, નિર્માણાધીન ઈમારત ધરાશાયી થતાં 5...

NATIONAL : બેંગલુરુમાં ભારે વરસાદ, નબળું બાંધકામ, નિર્માણાધીન ઈમારત ધરાશાયી થતાં 5 મજૂરોનાં મોત

- Advertisement -

બેંગલુરુમાં મંગળવારે એક નિર્માણાધીન ઈમારત ધરાશાયી થવાથી પાંચ મજૂરોનાં મોત થયા છે. શહેરના હેન્નુર વિસ્તારમાં ભારે વરસાદ વચ્ચે આ ઘટના બની હતી. આ અકસ્માત મંગળવારે મોડી રાત્રે થયો હતો. જેમાં એક મજૂરનું મોત અને 7 મજૂરો ફસાયા હોવાની માહિતી મળી હતી. મોડી રાત્રે કાટમાળમાંથી 8 મજૂરોને બહાર કાઢવામાં આવ્યા હતા.

ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમારે કહ્યું હતું કે બેંગલુરુના પૂર્વ ભાગમાં હોરમાવુ આગ્રા વિસ્તારમાં એક નિર્માણાધીન ઈમારત ધરાશાયી થયા બાદ બચાવ કામગીરી ચાલી રહી છે. બુધવારે સવારે આ અકસ્માતમાં મૃતકોની સંખ્યા વધીને પાંચ થઈ ગઈ છે. બેંગલુરુ પોલીસે આ જાણકારી આપી છે. પોલીસે મૃતકોના નામ જાહેર કર્યા છે, જેમાં અરમાન, ત્રિપાલ, મોહમ્મદ સાહિલ, સત્યરાજુનો સમાવેશ થાય છે. વહીવટીતંત્રે પીડિત પરિવારોને મદદની ખાતરી આપી છે.

ફાયર અને ઈમરજન્સી સર્વિસની ટીમ સ્થળ પર હાજર છે. ડેપ્યુટી સીએમ શિવકુમારે કહ્યું હતું કે, ‘મને કહેવામાં આવ્યું હતું કે આ ગેરકાયદે બિલ્ડીંગ છે, તેના માટે કોઈ પરવાનગી લેવામાં આવી નથી. વેલ, તમામ ગેરકાયદે બાંધકામ બંધ કરો અને સર્વે કરો. હું સબ-રજીસ્ટ્રારોને પણ જમીન ટ્રાન્સફર ન કરવા કહીશ. અધિકારી, કોન્ટ્રાક્ટર અને માલિક સામે ચોક્કસ પગલાં લેવામાં આવશે.

અહેમદ, જેમની પાસે સાઇટ પર ટાઇલના કામનો કોન્ટ્રાક્ટ હતો. તેમનો દાવો છે કે જ્યારે બિલ્ડિંગ ધરાશાયી થઈ ત્યારે 20 મજૂરો કામ કરી રહ્યા હતા, જેમાં ટાઇલ કામદારો, કોંક્રિટ કામદારો અને પ્લમ્બરનો સમાવેશ થાય છે. અહેમદે આરોપ લગાવ્યો કે ભોંયરું નબળું હતું, જેના કારણે ઈમારત પડી ગઈ. આ ઈમારત સાત માળની બનવાની હતી, પરંતુ માત્ર ચાર માળની જ પરવાનગી આપવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આ હોવા છતાં, બાંધકામ ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું.

મંગળવારે બેંગલુરુમાં ભારે વરસાદથી શહેરના ઘણા ભાગોમાં જનજીવન ખોરવાઈ ગયું છે. પાણી ભરાવાને કારણે રસ્તાઓ નદીઓમાં ફેરવાઈ ગયા છે અને વાહનો અર્ધ ડૂબી ગયાની અનેક તસવીરો સામે આવી છે. સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે ભારે વરસાદને કારણે લોકો પોતાના ઘરોમાં પાણી ભરાઈ જવાની ફરિયાદ કરી રહ્યા છે.

મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે ભારે વરસાદની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. “અમે પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છીએ. તમામ જરૂરી તૈયારીઓ કરવામાં આવી છે. અસરગ્રસ્ત વિસ્તારોનું સર્વેક્ષણ કરવામાં આવી રહ્યું છે, અને શક્ય તેટલી વહેલી તકે રાહત પગલાં લાગુ કરવામાં આવશે,”

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular