- Advertisement -
તલોદ શહેરમાં છેલ્લા બે દિવસથી વરસાદી બેટિંગ ચાલુ થઈ હતા ઉપરવાસમાંથી પાણી આવતા તલોદ પાસે આવેલા તળાવમાં પાણી ભરાઇ જતાં તે તળાવ ફાટતા દેસાઈ નગરમાં રહેતા લોકોના ઘરોમાં પાણી ઘુસી જવા પામ્યા હતા. લોકો ભારે મુશ્કેલીમાં મુકાતા પહેલા સરકારી તંત્ર અધિકારીઓ પહોંચી જતા મોટી જાનહાનિ ટળી હતી. તેમાં તાલુકા મામલતદાર તાલુકા વિકાસ અધિકારી ચીફ ઓફિસર અને ધારાસભ્યશ્રી ગજેન્દ્રસિંહ પહોંચી જતા લોકોને એક મોટી આફતમાંથી બચાવીને પાણીની તાત્કાલિક નિકાલ થાય તેના માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર