હળવદ પંથકમાં તોફાની પવન સાથે ભારે વરસાદ, વૃક્ષો ધરાશય,પતરા ઉડવાના બનાવ બન્યા.

0
0
હળવદ પંથકમાં ભારેપવન અને ગાજવીજ કડાકા-ભડાકા સાથે મેઘરાજા એ ધમાકેદાર એન્ટ્રી કરી હતી વાવાઝોડાની અસર વર્તાય હતી,દોઢ ઈંચ વરસાદ ખાબ્કયો હતો, હળવદ શહેર ગ્રામ્ય પંથકમાં દીવસભર વાદળીયા વાતાવરણ વચ્ચે મોડી સાંજે ભારે પવન ગાજવીજ કડાકા ભડાકા સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ હતી, શહેરના સરા રોડ શકિત ટોકિઝ રોડ સહિતના નીચાણવાળા વિસ્તારોમાંવરસાદી પાણી ભરાયા હતા, ગ્રામ્ય પંથકમાં ટીકર, માનગઢ, ધનશ્યામપુર,મેરૂપર, સુંદરી ભવાની. માથક, રાયધ્રા .સાપકડા .સહિતના ગામોમાં ગાજવીજ કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો હતો.
હળવદ તાલુકાના ગ્રામ્ય પંથકમાં માનગઢ ગામે ભારે પવનના કારણે મકાનના પતરા ઉડ્યા હતા, પતરા ઉડવાથી ત્રણ લોકોને નાનીમોટી ઇજા થય હતી, ઇજાગ્રસ્તોને હળવદ સરકારી હોસ્પિટલે સારવાર માટે લાવમાં આવ્યા હતા, ટીકર કીડી જોગડ ગામે પવનના કારણે વુક્ષો ધરાશાયી થયા હતા,હળવદના સુખપરગામેવિજળીપડતાવાછરડી નુ મોત થયુ હતુ, દિલપભાઇ બાવલભાઇના ફળીયામા વિજળી પડતા વાછરડી નુ મોત થયુ હતુ. ભારે પવન સાથે વરસાદ પડવાથી હળવદ શહેર અને ગ્રામ્ય પંથકમા વરસાદ અને પવનથી નુકશાનની થય હતી, વરસાદ પડતા વીજળી ગુલ થય જતા પીજીવીસીએલ ના પ્રિમોનસુન પ્લાન નો ફીયાસકો થયો હતો, લોકો ને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો,
રિપોર્ટર : રોહિત પટેલ, CN24NEWS, હળવદ, મોરબી 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here