- Advertisement -
પોલીસતંત્રના આશીર્વાદથી બુટલેગરો રોજ દારૂની ગાડીઓ ભરીને આવે છે .
કેટલાક બુટલેગરો જેલની સજા ભોગવીને બહાર આવ્યા બાદ બિંદાસ્ત ફરે છે.
છેલ્લા કેટલાક સમયથી સાબરકાંઠા પોલીસની રહેમ નજર નીચે હિંમતનગર અને જીલ્લાના અન્ય સ્થળે દેશી અને વિદેશી દારૂના વેચાણ માટે પોલીસે કેટલાક બુટલેગરોને છુટ આપી છે ત્યારે અત્યારે હિંમતનગરમાં અઢાર થી વધુ સ્થળે માંગો ત્યારે અને માંગો ત્યાં આ બુટલેગરોના ફોલ્ડર ઓર્ડર પ્રમાણે માલ આપીને પૈસા લઈ જાય છે . મોટા ભાગના આ બુટલેગરો હિંમતનગરના ડેમાઈ રોડ પર આવેલ ગોકુલનગર વિસ્તામાં રહેતા હોવાની માહિતી સાંપડી છે . ગોકુલનગરમાં રહેતા આ બુટલેગરો પૈકી વિમલ વ્યાસના બુટલેગર રાજસ્થાનના મોમેર અને દૈયા બોર્ડર પરથી દરરોજ ઈંગ્લીશ દારૂની બોટલો વાહનોમાં ભરી હિંમતનગર લાવીને પોલીસની રહેમ નજર નીચે વેચી રહ્યા છે . ભુતકાળમાં વિમલ વ્યાસને દારૂના કેસમાં ૪૫ પેટીના મુદ્દામાલ સાથે મહેસાણા પોલીસે પકડીને જેલમાં ધકેલી દીધો હતો . ૩૦ દિવસ અગાઉ ખેડબ્રહ્મા પંથકમાંથી આ બુટલેગરને વિઝીલન્સ પણ પકડી જેલમાં મોકલ્યા બાદ રાજ્યના વિવિધ સ્થળે તેની વિરૂધ્ધ નોઇયેલા ગુનામાં પોલીસે રજુ કર્યો હતો .
ઉપરાંત આ વિસ્તારમાં રહેતા નામચીન બુટલેગર એવા સની બિહોલા , પીનાકીન ભાટી , કમલ જયસ્વાલ , ધવલ જયસ્વાલને પણ પોલીસે જાણે કે દારૂ વેચવાના લાયન્સ આપી દીધા હોય તેવી છાપ હિંમતનગર વાસીઓમાં પ્રસરી રહી છે . જાણકારોનું માનીએ તો દારૂની ખેપ મારતા આ બટલેગર મુખ્યત્વે રાત્રે બોર્ડર પરથી મોંઘીદાટ ગાડીઓમાં દારૂ ભરીને લાવે છે . જે રસ્તામાં પોલીસ ઉભી રાખે તો કોડવર્ડમા ટેલીફોન પર વાત કરે તો ખુદ પોલીસ શોભીલી બનીને તેમના વાહનમાં કોઈપણ જાતનું ચેકિંગ કર્યા વિના લાઈનની ગાડી છે તેમ કહી હસતા મોઢે રવાના કરે છે .
બીજી તરફ જીલ્લામાં દેશી દારૂનુ વેંચાણ પણ ખુબ જ વધી ગયું છે . ખાસ કરીને ડેમાઈ રોડથી આગળ આવતા ગામડાઓમાં જે દેશી દારૂ તૈયાર થાય છે તેને કેટલાક ફોલ્ડરો હિંમતનગરમાં વેચીને પરીવારનું ગુજરાન ચલાવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે . મળતી માહીતી મુજબ હિંમતનગરના મહાવીરનગર, જુની સીવીલના પાછળના ભાગે , વિસ્તારમાં ચાલી રહેલા અદ્દાઓ પર રાત – દિવસ દારૂ ઢીંચવા વાળાઓની ભીડ જામે છે . કેટલીક વખત તો પોલીસ ખાતાના કર્મચારીઓ પણ આવા અડાઓ પર હાજર હોવા છતાં બુટલેંગરો તેમની સાથે ગજા મુજબનો વ્યવહાર કરી રસ્તો દેખાડી દેશે .
બુટલેગરોએ હિંમતનગર વિવિધ વિસ્તારોમાં જે અડ્ડા શરૂ કર્યા છે તેમાં મહાવીરનગર સની સિંધી અને અમરસિંહ રાઠોડ અને વાઘુભાઈ દેસાઈ હાલમા ખુલે આમ વેપાર કરે છે જે પોલીસે પરમિશન આપી છે જ્યારે વૈશાલી સિનેમા સામે,નવી સિવિલ,દિપુ ભાટનો જુની સીવીલ હોસ્પિટલ સામે હરતો ફરતો અડ્ડો ચાલે છે .