ઉત્તરાખંડ : પૂરગ્રસ્ત વિસ્તાર માટે રાહત સામગ્રી લઇને જઇ રહેલુ હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત

0
0

ઉત્તરાખંડનાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત સામગ્રી આપવા ગયેલુ એક હેલિકોપ્ટર અકસ્માતનો ભોગ બન્યું છે. આ અકસ્માત ઉત્તરકાશી જિલ્લામાં થયો હતો. હેલિકોપ્ટર મોરીથી મોલ્ડી તરફ જઈ રહ્યું હતું ત્યારે તે ક્રેશ થયું હતું. તેમાં ત્રણ લોકો હતા.

બુધવારે ઉત્તરાખંડનાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત સામગ્રી આપવા ગયેલુ એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. કહેવામાં આવી રહ્યું છે કે, ઉત્તરકાશીમાં વાદળ ફાટવાના કારણે થયેલા અકસ્માત બાદ આ હેલિકોપ્ટર રાહત અને બચાવ કામગીરીમાં તૈનાત કરવામાં આવ્યું હતુ. બુધવારે હેલિકોપ્ટર દ્વારા રાહત સામગ્રીનું પરિવહન કરવામાં આવી રહ્યું હતું, ત્યારે તે ક્રેશ થયુ હતુ. દુર્ઘટનામાં હેલિકોપ્ટરમાં સવાર ત્રણેય લોકોની મોત થઇ ગઇ છે

આપને જણાવી દઈએ કે, પૂર અને ભૂસ્ખલનનાં કારણે ઉત્તરાખંડમાં મોટું નુકસાન થયું છે. અહીનાં આઠ જિલ્લાઓમાં ત્રાહિમામ મચ્યો છે. અનેક સ્થળોએ વાદળ ફાટ્યા બાદ અરાજકતા ફેલાઇ છે, અનેક સ્થળોએ ભૂસ્ખલનને કારણે પર્વતો તૂટીને રસ્તા પર પડી રહ્યા છે. રવિવારે ઉત્તરકાશીનાં મોરી વિસ્તારમાં વાદળ ફાટ્યો હતો. આ અકસ્માતમાં 17 લોકોનાં મોત નીપજ્યાં હતાં. બચાવ કામગીરી ચાલુ છે.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here